Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ગોકુલનગર અને ખાટકીવાસમાં તીનપત્તી, વરલી અને ઘોડીપાસાનો જુગાર રમતા ૭ ઝડપાયા

માલવીયાનગર પોલીસે ૩, પ્રનગર પોલીસે ઘોડીપાસા રમતા ૩ અને વરલીના આંકડા લેતા ૧ ની ધરપકડ

રાજકોટ તા. ૯ : શહેરના માલવીયાનગર ગોકુલનગર તથા ખાટકીવાસમાં હુસેની ચોક પાસે અને ખાટકીવાસ મટન માર્કેટ પાસે પોલીસે દરોડો પાડી તીનપતી, ઘોડીપાસા અને વરલીનો જુગાર રમાડતા સાત શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે.એસ. ગેડમની સૂચનાથી માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ એન.એન.ચુસાડમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ.જે. એસ.ચંપાવત, હેડ કોન્સ દીગ્પાલસિંહ, ભાવીનભાઇ, યુવરાજસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, દેવાભાઇ તથા મસરીભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે  કોન્સ હરપાલસિંહ જાડેજા, ભાવેશભાઇ અને દેવાભાઇને મળેલી બાતમીના આધારે ગોકુલનગર શેરી નં.૩ માં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા આંબેડકરનગર શેરી નં. રના ગોપાલ ઉર્ફે હમીર દેવજીભાઇ રાઠોડ (ઉ.ર૮), આંબેડકરનગર શેરી નં.૧૩ના રમેશ જગદીશભાઇ સોલંકી, (ઉ.૩પ) તથા આંબેડકરનગર શેરી નં.૧૦ના રાજેશ જેઠાભાઇ દાફડા (ઉ.રપ) ને પકડી લઇ રૂ.૧૦,૧૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં પ્રદ્યુમનનગર પોલીસ મથકના પીઆઇ વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.વી. બોરીસાગર તથા હેડ કોન્સ. અરવિંદભાઇ, જનકભાઇ, ધર્મરાજસિંહ અને અશોકભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ખાટકીવાસ હુસેની ચોક પાસે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા સતાર બચુભાઇ કટારીયા (ઉ.૩પ), હુસેન વલીભાઇ કટારીયા (ઉ.૩પ) (રહે.સદર ખાટકીવાસ) અને ભીલવાસ પેટ્રોલપંપ સામે રહેતા જાફીદ મહંમદ હનીફભાઇ બુખારી (ઉ.૪પ) ને રૂ.ર૯૦૦ ની રોકડ સહિતની મતા સાથે પકડી લીધા હતા. જયારે સોયબ જમાલભાઇ કટારીયા, ઇમરાન ચીચીભાઇ  કટારીયા અને જંગલેશ્વરનો જાહીદ આમદભાઇ ચૌહાણ અને ઠકકરબાપાનગરનો ગુણો નામના શખ્સો નાસી જતા શોધખોળ હાથ ધરીછે

જયારે ત્રીજા દરોડામાં સદરખાટકીવાસ મટન માર્કેટ પાસે દરોડો પાડી વરલીના આકડા લખી જુગાર રમાડતા અબુ હસનભાઇ ચૌહાણ (ઉ.૬પ)(રહે. સદર ખાટકીવાસ શેરી નં.૪) ને પકડી લઇ રૂ.૧૯૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(3:46 pm IST)