Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

અમેરિકાના ''ટીચર'' સરોજીની નાયડુ સ્કૂલની મુલાકાતે

રાજકોટ : અમેરિકાથી ચિમનભાઇ દેલવાડીયાએ મ્યુ.કોર્પોરેશન સંચાલીત શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલની મુલાકાત લીધી હતી. ચિમનભાઇ ૪૦ વર્ષથી અમેરિકાના કેનેસી રાજ્યના નેસવિલે સિટીમાં વસવાટ કરે છે. તેમણે B.E, M.S.(civil) સુધીનો એન્જીનિયરીંગનો ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ એકલવ્ય શિક્ષણ કેન્દ્ર નામની વેબસાઇટ શરૂ કરી, જેમાં તેઓએ ૨,૦૦૦થી પણ વધુ ગણિત વિષયના વિડિયો અપલોડ કરેલ છે. તેઓશ્રીએ  વિદ્યાર્થીઓને ઓડિયો-વિડિયો એનહાન્સમેંટ માટે હેડ ફોનની પણ ભેટ આપી હતી. ગણિત જેવા મુંઝવતા અને ગૂંચવતા વિષયને હસતાં-રમતાં અને સરળ ભાષામાં ઓનલાઇન રજૂ કરવાની તેઓશ્રીની આ નવિનતમ વિચારધારને શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્યશ્રી, સ્ટાફ મિત્રો અને તમામ વિદ્યાર્થીનીઓએ સહર્ષ આવકારી અને સ્વીકારી હતી.

(3:54 pm IST)