Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

આંબેડકરનગરમાં ઘરકામ બાબતે પીનલબેન સોમૈયાને પતિ-સાસુ, સસરા અને નણંદનો ત્રાસ

પતિ દારૂ પી મારકુટ કરતોઃ પતિ નિકુંજ, સાસુ લતાબેન, સસરા જગદીશ, નણંદ વંદના, હીના તથા રક્ષા સામે ગુનો

રાજકોટ તા.૯: પીપળીયા હોલ ગાયત્રીનગર પાસે દામજી મેપા પ્લોટમાં માવતર ધરાવતી પરિણીતાને ગોંડલ રોડ આંબેડકર-રમાં રહેતો પતિ, સાસુ, સસરા અને નણંદો ઘરકામ બાબતે મેણાટોણા મારી માર મારી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ પીપળીયા હોલ ગાયત્રીનગર પાસે દામજી મેપા પ્લોટ શેરીનં. ૬માં માવતર ધરાવતા પિનલબેન નિકુંજભાઇ સોમૈયા (ઉ.વ.૩૧) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન ગોંડલ રોડ આંબેડકર-રમાં રહેતો નિકુંજ સોમૈયા સાથે અગિયાર વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમ્યાન સંતાનમાં એક પુત્રી અને એક પુત્રની પ્રાપ્તી થઇ હતી.

લગ્નના થોડા સમય બાદ પતિ નિકુંજ ઘરની નાની-નાની વાતમાં ઝઘડો કરવા લાગેલ અને નણંદ રક્ષા લગ્ન બાદ પહેલી દીવાળીએ મને બધા સાથે મળીને મારકુટ કરતા કાનમાં ઇજા થઇ હતી. બાદ સમાધાન કરી તેડી ગયા હતા. ત્યારબાદ પતિ નિકુંજ નજીવી બાબતે ઝઘડો કરી દારૂ પીને જેમ ફાવે તેમ ગાળો બોલતા અને સાસુ લતાબેન અને સસરા જગદીશ કાંતિલાલ સોમૈયા પતિને સાથ આપીને ચઢામણી કરીને મને કહેતા કે 'અહીથી તારા માવતરે ચાલી જા અમે બંને બાળકોને સાચવી લેશું' તેમ કહી હડધૂત કરી હેરાન કરતા હોઇ પરંતુ સંતાનના ભવિષ્ય માટે હું બધુ સહન કરતી હતી, એક માસ પહેલા ઘરમાં નાની વાતમાં ઝઘડો થતા પતિ, સસરા જગદીશ, નણંદ વંદનાએ માર મારેલ અને નણંદ હિનાએ પણ ઘરમાંથી નિકળી જવાનું કહયું હતું. અને ' મારો ભાઇ અમારો છે અમારાથી અલગ નહી થાય તેમ કહી મેણા ટોણા મારતા હતા. આથી કંટાળી પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. જે.જે. માઢકે તપાસ હાથ ધરી છે.

(3:46 pm IST)