Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

૨૭ મીએ લીટલ એન્જલ હેલ્ધી બેબી કોમ્પીટીશન

રાજકોટ સીટી કલબનું આયોજન : તબીબો દ્વારા પરીક્ષણ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન : અલગ અલગ પ કેટેગરીમાં ઇનામ વિતરણ : દરેક સ્પર્ધકને શ્યોર ગીફટ : ફેબ્રુઆરીમાં ઇનામ એવોર્ડ સમારોહ

રાજકોટ તા. ૯ : બાળકો અને તેમના વાલીઓ આરોગ્ય પ્રત્યે દરકાર લેતા થાય તેવા હેતુથી રાજકોટ સીટી કલબ દ્વારા આ વર્ષે પણ 'લીટલ એન્જલ હેલ્ધી બેબી કોમ્પીટીશન ૨૦૧૯' નું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજક ટીમે જણાવેલ કે તા. ૨૭ જાન્યુઆરીના જલારામ રઘુકુલ હોસ્પિટલ, પંચવટી મેઇન રોડ, અમીન માર્ગ ખાતે સવારે ૯ થી ૨ સુધી આયોજીત આ હેલ્ધી બેબી કોમ્પીટીશનમાં ૧ થી ૮ વર્ષની વયના બાળકો ભાગ લઇ શકશે. પ કેટેગરીમાં સ્પર્ધા થશે.

અલગ અલગ ૧૦ નિષ્ણાંત બાળકોના ડોકટરો અને જનરલ પ્રેકટીશ્નર દ્વારા સ્પર્ધક બાળકોની તપાસણી થશે. તેમજ વાલીઓને પણ માર્ગદર્શન મળી રહે તે હેતુથી તબીબોનું વકતવ્ય અને વિડીયો પ્રેઝન્ટેશન પણ રાખેલ છે.

કોમ્પીટીશન પુરી થયા બાદ એવોર્ડ સેરેમની તા. ૩ ના રવિવારે સવારે ૯ વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે. જેમાં ભાગ લેનાર તમામ બાળકોને યાદગીરીરૂપે કયુટ બેબી ફોટો સાથે ૧૦*૧૪ ની ફ્રેમથી મઢેલા એવોર્ડ તેમજ વિજેતા બાળકોને ઢગલાબંધ ઇનામોથી પુરસ્કૃત કરાશે. ભાગ લેનાર દરેકન શ્યોર ગીફટ અપાશે.

ફોર્મ મેળવવા તેમજ ભરીને પરત કરવા તા. ૧૯ સુધીમાં રાજકોટ સીટી કલબના કાર્યાલય, પટેલ કોમ્પ્યુટર્સ, ત્રીજો માળ, ક્રિએટીવ ચેમ્બર્સ, ભુતખાના પેટ્રોલપંપવાળી શેરી, એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ, કનક રોડ, (ફોન ૨૨૨૭૬૯૮) ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.

વધુ માહીતી માટે રાજકોટ સીટી કલબના ચેરમેન સુરેશભાઇ ઓગણજા (મો.૯૯૦૯૯ ૨૦૧૬૦), જીમ્મી અડવાણી (મો.૯૯૨૪૦ ૯૯૨૪૧) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા સીટી કલબના વાઇસ ચેરમેન બળવંતસિંહ રાઠોડ, હિંમતભાઇ પલસાણા, પ્રમુખ જીમ્મીભાઇ અડવાણી, ઉપપ્રમુખ મનસુખભાઇ બાંભણિયા, કેતનભાઇ વડાલીયા, જયેશભાઇ વેગડ, યોગેશભાઇ ભુવા, સેક્રેટરી વિનુભાઇ ભીકડીયા, દિનેશભાઇ દેથરીયા, રાજુભાઇ પલસાણા, દિલીપભાઇ ડેડકીયા, જોઇન્ટ સેક્રેટરી બી. ટી. કળથીયા, હેમતસિંહ પઢીયાર, સંજયભાઇ સબાપરા, ખજાનચી બાબુભાઇ માકડીયા, મીડીયા ઇન્ચાર્જ અરૂણભાઇ નિર્મળ, કારોબારી બીપીનભાઇ બેરા, અજયભાઇ દલસાણીયા, આશિષભાઇ વાછાણી, ભરતભાઇ રેલવાણી, હરેશભાઇ કાનાણી, ડેનીશભાઇ હદવાણી, લીનેશભાઇ સગપરીયા, પ્રવીણભાઇ ગાંભવા, દિલીપભાઇ હડીયા, વિપુલભાઇ રાઠોડ, સલાહકાર સમિતિના મહેન્દ્રભાઇ ફળદુ, પુષ્કરભાઇ પટેલ, મુકેશભાઇ દોશી, ડી. વી. મહેતા, કીરીટભાઇ આદ્રોજા, ડો. ગીરીશભાઇ ભીમાણી, જયેશભાઇ ઉપાધ્યાય, મિતુલભાઇ દોંગા, જયેશભાઇ સોરઠીયા, કાંતિભાઇ ઘેટીયા, નિરજભાઇ પટેલ, મેઘજીભાઇ શીંગાળા, બહાદુરસિંહ ઝાલા, ધર્મેન્દ્રભાઇ ભગત, સબીરભાઇ પરમાર તેમજ રાજકોટ સીટી કલબના મહીલા ટીમના પાયલબેન પટેલ, સરોજબેન મારડીયા, ભાવનાબેન રાજપરા, ધર્મીષ્ઠાબા જાડેજા, પારૂલબેન નાર, રેખાબેન ત્રાંબડીયા, કેલીબેન વ્યાસ, અમીષાબેન પટેલ, મમતાબેન ઠકકર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સુરેશભાઇ ઓગણજા, જીમ્મીભાઇ અડવાણી, વિજયભાઇ ગઢીયા, ભરતભાઇ રેલવાણી, બળવંતસિંહ રાઠોડ, અજયભાઇ દલસાણીયા, મનસુખભાઇ વેકરીયા, સરોજબેન મારડીયા, વર્ષાબેન માંકડીયા, મમતાબેન ઠકકર, ધર્મિષ્ઠાબા જાડેજા, ભાવનાબેન રાજપરા, પારૂલબેન નાર નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:45 pm IST)