Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

કવોડરેન્ટીડસ ઉલ્કાઓ વરસી પડીઃ નજારો નિહાળી ખગોળપ્રેમીઓ રોમાંચીત

રાજકોટ : દુનિયાભરનાં ખગોળપ્રેમીઓ એ અવકાશમાં કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષાનો અદ્દભૂત નજારો નિહાળી ઝૂમી ઉઠયા હતા. અવકાશમાં ફટાકડાની આતશબાજી જેવો માહોલ યોજાયો હતો. તા. ૩૧ ડીસેમ્બર, ૩,૪ જાન્યુઆરી બે દિવસમાં કલાકની ૧૫ થી ૬૦ ઉલ્કા વર્ષા સ્પષ્ટ જોઇ શકાતી હતી. રાજ્યમાં ભારત જન વિજ્ઞાન જાથાની વિજ્ઞાન જાથાની અપીલનો નજારો પ્રતિસાદ મળતાં આશરે આઠ લાખથી વધુ વિજ્ઞાનપ્રેમીઓ, જિજ્ઞાસુઓએ અવકાશી ઉલ્કાવર્ષાનો અદ્દભુત નજારો નિહાળ્યો હતો. જાથાએ પડધરીના ફતેપર, પોરબંદર તેમજ નગરપીપળીયા ગામે ઉલ્કા નિદર્શન માટે કાર્યક્રમ યોજાયો હતો. ગામના લોકો મંત્રમુગ્ધ થયા હતા. સરપંચ શૈલેષભાઇ ગજેરા, નીરજભાઇ ડોબરીયા, અવચરભાઇ મેંદપરા, રવજીભાઇ વસોયા, વલ્લભભાઇ ગજેરા, હિરજીભાઇ ડોબરીયા, પ્રોફે. શાંતિભાઇ રાબડીયા અને તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ રસપ્રદ માહિતીથી સૌને માહિતગાર કર્યા હતાં.

(3:45 pm IST)