Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

વોર્ડ નં. ૧૩ ની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કાલે ફોર્મ ભરશે

સવારે ૧૧.૩૦ કલાકે બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર કરશેઃ તમામ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા કમલેશ મીરાણી અને નીતિન રાજાણીનો અનુરોધ

રાજકોટ તા. ૯ :.. શહેરના વોર્ડ નં. ૧૩ માં આગામી તા. ર૭-૧ ના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શહેર ભાજપ દ્વારા નિતીન રામાણીને ઉમેદવાર તરીકે જાહેર કરેલ છે ત્યારે આવતીકાલે સવારે ૧૧.૩૦ કલાકે શહેરના બહુમાળી ભવન ચોક ખાતે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર કરી કાર્યકર્તાઓની વિશાળ સંખ્યામાં ઉમેદવારી પત્રક રજૂ કરશે. તેઓ ફરી આ વોર્ડ નં. ૧૩ માં કોર્પોરેટર તરીકે ચૂંટાઇ લોકસેવાને આગળ ધપાવે તે માટે આવતીકાલે ઉમેદવારી પત્રક રજૂ કરશે ત્યારે શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને સમયસર ઉપસ્થિત રહેવા કમલેશ મીરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કર્યો છે.

(3:37 pm IST)