Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

આઇ.એમ.એ. દિલથી યુવા マદય સુધીઃ રવિવારે જાહેર પરિસંવાદ

ઇન્‍ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા સમાજ જાગૃતી માટેના અભિયાનનો રાજકોટથી પ્રારંભઃ ડો.ભરત કાકડીયા :વિખ્‍યાત マદયરોગ નિષ્‍ણાંત પદ્મશ્રી ડો.તેજસ પટેલ マદયરોગ અને તેનાથી બચવાના ઉપાયો વિશે માર્ગદર્શન આપશે : રાજકોટના સિનિયર マદયરોગ નિષ્‍ણાંત તબીબો ડો.ધર્મેશ સોલંકી, ડો.જયદીપ દેસાઇ, ડો.ચિરાગ માત્રાવાડીયા, ડો.મયંક ઠક્કર, ડો.વિશાલ પોપટાણી, ડો.નિલેશ દેત્રોજા, ડો.મિહિર તન્ના, ડો.શ્રેણીક દોશીની ટીમ હાર્ટએટેક વિશે લોકોના સવાલોના સરળ ભાષામાં જવાબ આપશે :マદયરોગ અંગે સચોટ માર્ગદર્શન થકી જ ભયનું નિવારણ : ડો. અનિલ નાયકપદ્મશ્રી ડો.તેજસ પટેલના વકતવ્‍યનો જનતાને : લાભ લેવા ડો.પારસ શાહની અપીલ

રાજકોટ : છેલ્લા થોડા સમયથી આપણે ગુજરાતભરમાં તરૂણ થી લઇ યુવાનો સુધીના લોકોમાં અચાનક હાર્ટ એટેક આવવાના અને મૃત્‍યુ થવાના સમાચારો વારંવાર સાંભળીએ છીએ અને આવા બનાવોના કારણે સમજમાં આ બાબતે ભયનો માહોલ જોવા મળે છે ત્‍યારે ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા લોકોને ભયમુકત બનાવવા અને હૃદય રોગ વિશે લોકોમાં જાત જાતની વાતો ફેલાયેલ છે એ બાબતે જાણકારી આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્‍યો છે. ‘આઇ. એમ.એ. દિલથી યુવા હૃદય સુધી' કાર્યક્રમ દ્વારા તબીબો લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવાના છે. અને આગામી તા. ૧૦ ડીસેમ્‍બરના રોજ રાજકોટથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે અને વરસ દરમિયાન ગુજરાતના તમામ નાના-મોટા સેન્‍ટરોમાં કરવામાં આવશે એમ ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશન રાજકોટના પ્રમુખ ડો. પારસ શાહ અને સેક્રેટરી ડો. સંજય ટીલાળાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે.

ડો. પારસ શાહના જણાવ્‍યા અનુસાર ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશન હંમેશા તંદુરસ્‍ત સમાજની રચના માટે પ્રયત્‍નશીલ રહ્યું છે. તબીબોના આ સંગઠન દ્વારા લોકો બિમાર પડે ત્‍યારે સારવાર તો થાય જ પણ લોકો બિમાર જ ન પડે અને તંદુરસ્‍ત સમાજની રચના થાય એવા પ્રયાસો કરવામાં આવે છે. સમાજમાં વિવિધ રોગ વિશે અફવાઓ ફેલાય, કોઇ ગેરસમજના કારણો લોકો ભયભીત થાય એવા સમયે ખાસ સેમીનારો યોજી સમાજને જાગૃત કરવા પહેલ કરવામાં આવે છે. કોરોના કાળમાં પણ તબીબોએ લાઇવ સેમીનારો યોજી લોકોને કોરોના વિશે સાવચેત કર્યા હતાં. એ જ રીતે છેલ્લા થોડા સમયથી સમાજમાં નાની ઉમરના લોકોના હૃદય રોગના બનાવો વધ્‍યા છે. ત્‍યારે સમાજમાં આ બાબતે ભયનો માહોલ છે અને લોકોમાં વિવિધ અફવાઓ ફેલાયેલ જોવા મળે છે.

ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશન-ગુજરાતના પ્રમુખ તરીકે રાજકોટના ડો. ભરત કાકડીયાની વરણી થતાં તેમણે આ બાબતે ગંભીરતાથી લઇ સમાજને હૃદય રોગ વિશે માહિતગાર કરવા ભયમુકત જીવન જીવે એવા પ્રયાસોના ભાગરૂપે ‘આઇ. એમ. એ.' દિલથી યુવા હૃદય સુધી કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આગામી તા. ૧૦ ડીસેમ્‍બર રવિવારે સવારે ૧૦ થી ૧ સુધી રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે આ સેમીનારનો પ્રારંભ કરવામાં આવશે.

ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશન - ગુજરાતના પ્રમુખ ડો. ભરત કાકડીયા અને સેક્રેટરી ડો. મેહુલ શાહએ જણાવ્‍યું હતું કે, છેલ્લા થોડા સમયથી હૃદય રોગના કારણે થતાં મૃત્‍યુ અને એમાં પણ તરૂણોથી લઇ યુવાનોમાં અચાનક હાર્ટએટેકના કારણે થતાં મૃત્‍યુના સમાચારો ઉડીને આંખે વળગે છે. શાળામાં અભ્‍યાસ દરમિયાન વિદ્યાર્થી બાળકો, રમત રમતવીરો, તબીબી અભ્‍યાસ કરતાં વિદ્યાર્થી, નાના મોટા વેપારી અરે ખુદ હૃદય રોગ નિષ્‍ણાત તબીબો પણ અચાનક હાર્ટ એટેક આવવાના કારણે મોતને ભેટયા હોવાના સમાચારો આવ્‍યા છે ત્‍યારે આ બાબત સમાજ ચિંતિત છે અને તબીબ તરીકે અમે સમાજ પ્રત્‍યેની અમારી ફરજ સમજી વધુ સજાગ બન્‍યા છીએ. હૃદય રોગ વિશે  સમાજમાં વિવિધ અફવાઓ, શંકાઓ પ્રસરી છે જેનો નિકાલ કરી સમાજને યોગ્‍ય માર્ગદર્શન આપવા અમે પ્રયત્‍નશીલ છીએ. આઇ. એમ. એ. દિલથી યુવા હૃદય સુધી સેમીનાર અંતર્ગત ગુજરાતમાં નામાંકિત હૃદય રોગ નિષ્‍ણાંત તબીબો લોકોના મનમાં રહેલાં તમામ સવાલોના સરળ ભાષામાં જવાબ આપશે, લોકોને પણ પોતાના મનમાં કોઇ શંકા કે ભય રાખ્‍યા વગર પોતાના પ્રશ્નો તબીબો સમક્ષ રજૂ કરવા જણાવાયું છે. હૃદય રોગ માટે મુખ્‍યત્‍વ ખોરાક, શ્રમ, ચિંતા વગેરે કારણો વિશે યોગ્‍ય સમજણ આપવામાં આવશે. આગામી રવિવારે સવારે રાજકોટમાં દેશ - વિદેશમાં જાણીતા અમદાવાદના હૃદય રોગ નિષ્‍ણાત પદ્મશ્રી ડો. તેજસ પટેલ હાજર રહી સમાજને હૃદય રોગ અને તેનાથી બચવાના ઉપાયો વિશે વિસ્‍તૃત માર્ગદર્શન આપવાના છે.

 ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશન રાષ્‍ટ્રીય સેક્રેટરી ડો. અનિલકુમાર નાયકના જણાવ્‍યા અનુસાર રોગ કરતાં રોગનો ભય માણસને વધુ મારે છે અને અત્‍યારે નાની ઉંમરના લોકોમાં અચાનક હાર્ટએટેક આવ્‍યાના અને મૃત્‍યુના સમાચારો મિડીયા દ્વારા મોટા સમુહ સુધી પહોંચતા હોય લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળે છે. તેમના મતે અગાઉ પણ હાર્ટ એટેકના બનાવ બનતા જ હતાં. પણ ત્‍યારે વિવિધ મિડીયાનો પ્રસાર નહોવાથી આપણા સુધી આ વાત પહોંચતી નહોતી પણ હવે સોશ્‍યલ મીડીયા અને અન્‍ય મિડીયાનો પ્રભાવ વધ્‍યો છે. એટલે આપણે ઝડપથી આ બધી માહિતી સરળતાથી મળે છે અને ભય વધુ ફેલાય છે. સાયન્‍ટીફીકલી પણ યુવા વયે એટેક આવે ત્‍યારે યુવાનના બચવાના ચાન્‍સ ઓછા હોય છે. અને અગાઉ પણ આ રીતે નાની ઉંમરના લોકો હાર્ટ એટેકના કારણે મૃત્‍યુ પામ્‍યાના બનાવ બન્‍યા છે. અત્‍યારે અચાનક આવા બનાવો વધી ગયા છે એવુ નથી પણ અત્‍યારે સમાચાર લોકો સુધી પહોંચતા હોવાથી  આવા બનાવો વધ્‍યા છે. એવો ભય વધ્‍યો છે. લોકોએ ભય રાખ્‍યા વગર નિયમીત જીવન જીવવું જોઇએ. કસરત, રમત-ગમતના ભાગ લેવો, જંકફુડ છોડી પોષ્‍ટીક ખોરાક લેવો જોઇએ. મોબાઇલનો જરૂર પુરતો ઉપયોગ રાખવો જોઇએ. સમાજમાં હૃદય રોગ વિશે હાલ જે શંકા કુશંકા ફેલાયેલ છે તેની સામે સમાજને સાચી માહિતી આપવા અને તંદુરસ્‍ત જીવન જીવી શકે એ બાબતે માર્ગદર્શન આપવા અમારી સંસ્‍થા દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્‍યા છે.

 ડો. સંજય ટીલાળાના જણાવ્‍યા અનુસાર સેમીનાર અંતર્ગત રાજકોટના નામાંકિત હૃદય રોગ નિષ્‍ણાંતોની ટીમ દ્વારા લોકોના વિવિધ સવાલોના જવાબ આપવામાં આવશે. અમદાવાદના આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્ત પદ્મશ્રી ડો. તેજસ પટેલની આગેવાની હેઠળ રાજકોટના સીનીયર હૃદય રોગ નિષ્‍ણાત ડો. ધર્મેશ સોલંકી, ડો. જયદીપ દેસાઇ, ઇન્‍ટેન્‍સીવીસ્‍ટ ડો. ચિરાગ માત્રાવાડીયા, ડો. મયંક ઠકકર, ડો. વિશાલ પોપટાણી, ડો. નિલેશ દેત્રોજા, ડો. મિહિર તન્ના, ડો. શ્રેણીક દોશી સહિતની ટીમ દ્વારા હૃદય રોગ વિશેના લોકોના સવાલોના યોગ્‍ય જવાબ સરળભાષામાં આપવામાં આવશે.

જાણીતા કાર્ડિયોલોજીસ્‍ટ ડો. ધર્મેશ સોલંકી દ્વારા હૃદય રોગ અને તેની સારવાર, બચવાના ઉપાયો વિષય પર લોકભોગ્‍ય સરળ ભાષામાં પાવર પ્રેઝન્‍ટેશન બનાવવામાં આવ્‍યુ છે તેનું લોન્‍ચીંગ કરવામાં આવશે. ગુજરાતભરમાં નાના-મોટા દરેક સેન્‍ટરોમાં આ સેમીનાર યોજાવાના છે. તેમાં દરેક જગ્‍યાએ એક સરખુ માર્ગદર્શન મળી રહે એવુ આયોજન કરવામાં આવ્‍યું છે. તબીબોના આ પરિસંવાદનું સંચાલન સિનીયર ફીઝીશ્‍યન ડો. સંજય ભટ્ટ અને ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશન - રાજકોટના પ્રમુખ ડો. પારસ શાહ દ્વારા કરવામાં આવશે. સેમીનાર દરમિયાન એનેસ્‍થેસીયા સોસાયટી ઓફ રાજકોટનો સહયોગ મળ્‍યો છે પ્રમુખ ડો. પ્રતીક દોશી, મંત્રી ડો. પ્રતિક બુધ્‍ધદેવ, સંયોજક ડો. હેતલ વડેરા, ડો. રાજેષ સાકરીયા સહિતની ટીમ સેમીનારમાં જોડાશે. એનેસ્‍થેસીયા સોસાયટી દ્વારા સ્‍વયંસેવી યુવકોને સી.પી.આર.ની તાલીમ આપવામાં આવશે. હૃદયની રચના, કાર્યપધ્‍ધતિ તથા વિવિધ રોગોની વિડિયો દ્વારા સચોટ સમજ આપવામાં આવશે તેમજ હૃદય રોગ સંબંધી સાહિત્‍ય ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.

જાણીતા કેળવણીકાર, સાક્ષર અને હાસ્‍ય કલાકાર સાંઇરામ દવે દ્વારા હળવી શૈલીમાં સ્‍ટ્રેસ રીલીઝીંગ વિષય પર વકતવ્‍ય આપવામાં આવશે. હળવી શૈલીમાં સાંઇરામ દવે જીવન જીવવાની પધ્‍ધતિ શિખવશે. આ પ્રસંગે ઇન્‍ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના સેક્રેટરી ડો. મેહુલ શાહ, ટ્રેઝરર ડો. તુષાર પટેલ, ડો. કિરીટ ગઢવી, ડો. કમલેશ શૈની, ડો. નવનિત પટેલ, ડો. આશીષ ભોજક ખાસ ઉપસ્‍થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમના આયોજન માટે પ્રેસીડન્‍ટ ડો. પારસ શાહ, સેક્રેટરી, ડો. સંજય ટીલાળા, આઇ.પી.પી. ડો. સંજય ભટ્ટ, પ્રેસીડન્‍ટ ઇલેકટ ડો. કાંત જોગાણી, ઉપપ્રમુખ ડો. મયંક ઠકકર, ડો. તેજસ કરમટા, એડિટર ડો. અમીત અગ્રાવત, ટ્રેઝરર ડો. પિયુષ ઉનડકટ, જોઇન્‍ટ ટ્રેઝરર ડો. દર્શન સુરેજા, ડો. પરીન કંટેસરીયા, જોઇન્‍ટ સેક્રેટરી ડો. ઝલક ઉપાધ્‍યાય, ડો. અમીષ મહેતા, એકઝીકયુટીવ કમીટીના ડો. કમલેશ કાલરીયા, ડો. રૂપેશ મહેતા, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. મનિષાબેન પટેલ, ડો. સંજય દેસાઇ, ડો. જયેશ ડોબરીયા, ડો. દુષ્‍યંત ગોંડલીયા, ડો. તુષાર પટેલ, ડો. વિશાલ પોપટાણી, ડો. દીપા ગોંડલીયા, કો. ઓપ્‍ટ મેમ્‍બર ડો. ભાવેશ વૈશ્‍નાની, ડો. રાજેશ સાકરીયા, ડો. નિષાંત ઘરસંડીયા, ડો. ચિંતન દલવાડી, ડો. ઋષિત ભટ્ટ, ડો. ધ્રુવ કોટેચા તથા સાયન્‍ટીફીક બોર્ડનાં ડો. વિમલ હેમાણી, ડો. અતુલ રાયચુરા, ડો. નિલેશ દેત્રોજા, ડો. ધર્મેશ શાહ, ડો. વિમલ સરાડવા, ડો. કાર્તિક સુતરીયા, યંગ એકઝીકયુટીવ કમીટીનાં ડો. વૃન્‍દા અગ્રાવત, ડો. રાજન રામાણી, ડો. ચિંતન કણસાગરા, ડો. બીજુ મોરી, ડો. ઉર્વી સંઘવી, ડો. કૃપાલ પુજારા ડો. ચિરાગ બરોચીયા, ડો. પ્રતાપ ડોડીયા, ડો. નિરાલી કોરવાડીયા, ડો. રાજેશ રામ અને ડો. અંકુર વરસાણી સહિતની ટીમ કાર્યરત છે.

આઇ.એમ.એ.-ગુજરાતના પ્રમુખ ડો. ભરત કાકડીયા, ઉપપ્રમુખ ડો. ભાવેશ સચદે, ડો. દિલીપ ગઢવી (અમદાવાદ), ડો. મણીલાલ પટેલ (સેન્‍ટ્રલ ઝોન), ડો. બિજલ કાપડીયા (સાઉથ ઝોન), ડો. નિતીન ગર્ગ (સુરત), ડો. નુતન શાહ (વડોદરા), ડો. અલ્‍પેશ ચાવડા (વેસ્‍ટ ઝોન), ઝોનલ સેક્રેટરી ડો. દિપેશ ભાલાણી, એડવાઇઝરી બોર્ડના ડો. અતુલ પંડયા, ડો. ભાવિન કોઠારી, ડો. યજ્ઞેશ પોપટ, ડો. એમ. કે. કોરવાડીયા, ડો. હિરેન કોઠારી, ડો. ચેતન લાલસેતા, ડો. જય ધીરવાણી, ડો. પ્રફુલ કામાણી, ડો. અમિત હપાણી, ડો. વસંત કાસુન્‍દ્રા, ડો. કુમુદ પટેલ, પેટ્રન ડો. ડી. કે. શાહ, ડો. પ્રકાશ મોઢા, ડો. વલ્લભ કથીરીયા, ડો. સુશિલ કારીયા, ડો. કીર્તિ પટેલ, ડો. જીતેન્‍દ્ર અમલાણી, ડો. રશ્‍મી ઉપાધ્‍યાય, આમંત્રિત મહાનુભાવો ડો. દર્શિતાબેન શાહ, ડો. દર્શનાબેન પંડયા, ડો. સ્‍વાતિબેન પોપટ, ડો. કિરીટ દેવાણી, ડો. નિતીન લાલ, ડો. ગૌરવી ધ્રુવ સહિત તબીબોની ટીમ દ્વારા લોક ઉપયોગી સેમીનાર માટે સતત પ્રયત્‍નશીલ છે. આઇ.એમ.એ.ના મિડિયા કો. ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપી રહ્યાનું જણાવાયું.

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ડો. ભરત કાકડીયા, ડો. અતુલ પંડયા, ડો. ભાવેશ સચદે, ડો. સંજય ભટ્ટ, ડો. પારસ શાહ, ડો. સંજય ટીલાળા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

લોકોએ ભય રાખ્‍યા વગર નિયમીત જીવન જીવવું જોઇએ : ડો. અનિલકુમાર નાયક

રાજકોટ : ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્‍ટ્રીય સેક્રેટરી ડૉ. અનિલકુમાર નાયકના જણાવ્‍યા અનુસાર હાલમાં નાની ઉંમરના લોકોમાં અચાનક હાર્ટ એટેક આવ્‍યાના અને મળત્‍યુના સમાચારો મિડિયા દ્વારા મોટા સમુહ સુધી પહોંચતા હોય લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળે છે. તેમના મતે અગાઉ પણ હાર્ટ એટેકના બનાવ બનતા જ હતાં પણ ત્‍યારે વિવિધ મિડિયાનો પ્રસાર નહોવાથી આપણા સુધી આ વાત પહોંચતી નહોતી પણ હવે સોશ્‍યલ મિડિયા અને અન્‍ય મિડિયાનો પ્રભાવ વધ્‍યો છે એટલે આપણે ઝપડથી આ બધી માહિતી સરળતાથી મળે છે અને ભય વધુ ફેલાય છે. સાયન્‍ટીફીકલી પણ યુવા વયે એટેક આવે ત્‍યારે યુવાનના બચવાના ચાન્‍સ ઓછા હોય છે, અને અગાઉ પણ આ રીતે નાની ઉંમરના લોકો હાર્ટ એટેકના કારણે મળત્‍યુ પામ્‍યાના બનાવ બન્‍યા છે. અત્‍યારે અચાનક આવા બનાવો વધી ગયા છે એવુ નથી પણ અત્‍યારે સમાચાર લોકો સુધી પહોંચતા હોવાથી આવા બનાવો વધ્‍યા છે એવો ભય વધ્‍યો છે. લોકોએ ભય રાખ્‍યા વગર નિયમીત જીવન જીવવું જોઈએ, કસરત, રમત-ગમતના ભાગ લેવો, જંકફુડ છોડી પૌષ્ટીક ખોરાક લેવો જોઈએ. મોબાઈલનો જરૂર પુરતો ઉપયોગ રાખવો જોઈએ. સમાજમાં હૃદય રોગ વિશે હાલ જે શંકા કુશંકા ફેલાયેલ છે તેની સામે સમાજને સાચી માહિતી આપવા અને તંદુરસ્‍ત જીવન જીવી શકે એ બાબતે માર્ગદર્શન આપવા અમારી સંસ્‍થા દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્‍યા છે.

 કાર્યક્રમની આસપાસ

*એનેસ્‍થેસિયા સોસાયટી, રાજકોટ દ્વારા સ્‍વયંસેવી ઇચ્‍છુક યુવાનોને  સીપીઆરની તાલીમ ડમી મોડલ પર અપાશે.

*હૃદયની રચના, કાર્યપધ્‍ધતિ તથા વિવિધ રોગોની વીડિયો દ્વારા દર્શાવીને સચોટ સમજ

*સમગ્ર ગુજરાત રાજયની તમામ આઇએમએ શાખાઓ દ્વારા આ બાબતની માહિતી પહોંચાડવા માટે પીપીટી પ્રેઝન્‍ટેશનનું વિમોચન (ડો.ધર્મેશભાઇ સોલંકી દ્વારા નિર્મિત)

*હૃદય અંગેની બીમારીઓ, બ્‍લડ પ્રેશર તથા સંલગ્ન રોગો અંગેનું માર્ગદર્શન સાહિત્‍ય તથા પ્રદર્શની

કાર્યક્રમની રૂપરેખા

સમય         વિષય

૧૦:૦૦        સ્‍વાગત અને ઓડિયો, વીડિયોના માધ્‍યમથી

હૃદયની રચના, કાર્ય અને બીમારીની રજુઆત

૧૦:૩૦        કાર્યક્રમનું ઉદ્‌ઘાટન, દીપ પ્રાગટય તથા પ્રસંગ પરિચય

૧૧:૦૦        પદ્મશ્રી ડો.તેજસ પટેલ નો સંવાદ      

‘યુવાનોમાં હૃદયરોગ અને તેથી થતા મૃત્‍યુના દરમાં

વધારો'

૧૧:૩૦        પરિસંવાદ-પેનલ ડીસ્‍કશન

ડો.તેજસ પટેલ (કાર્ડીયોલોજિસ્‍ટ, અમદાવાદ)

ડો.ધર્મેશ સોલંકી (કાર્ડીયોલોજિસ્‍ટ, રાજકોટ)

ડો.જયદીપ દેસાઇ (કાર્ડીયોલોજિસ્‍ટ, રાજકોટ)

ડો. ચિરાગ માત્રાવાડિયા (ઇન્‍ટેનસીવિસ્‍ટ, રાજકોટ)

ડો.મયંક ઠક્કર (ફિઝીશ્‍યન, રાજકોટ)

ડો.વિશાલ પોપટાણી (કાર્ડીયોલોજિસ્‍ટ, રાજકોટ)

ડો.નીલેશ દેત્રોજા (એન્‍ડ્રોક્રાઇનોલોજિસ્‍ટ, રાજકોટ)

ડો.મિહિર તન્‍ના (કાર્ડીયોલોજિસ્‍ટ, રાજકોટ)

ડો. શ્રેણિક દોશી (કાર્ડીયોલોજિસ્‍ટ, રાજકોટ)

પરિસંવાદનું સંચાલન

ડો.સંજય ભટ્ટ (સિનીયર ફિઝીશ્‍યન, રાજકોટ)

ડો.પારસ ડી.શાહ (પ્રમુખ આઇ.એમ.એ., રાજકોટ)

૧૨:૧૫        શ્રી સાંઇરામ દવે (જાણીતા કેળવણીકાર, સાક્ષર

અને હાસ્‍ય કલાકાર)

સ્‍ટ્રેસ રિલીઝિંગ વિષેનું વકતવ્‍ય

૧૨:૪૫ આભાર દર્શન

સંપર્ક મો.૯૪ર૮૪૬૩૬૩૯

મો.૯૮૭૯૭ ૯૧પ૧૪

જાણીતા હાસ્‍ય કલાકાર સાંઇરામ દવે હળવી શૈલીમાં સ્‍ટ્રેસ રીલીઝીંગ વિષે વકતવ્‍ય આપશે

રાજકોટ : આઇએમએ આયોજીત કાર્યક્રમમાં જાણીતા કેળવણીકાર અને હાસ્‍ય કલાકાર શ્રી સાંઇરામ દવે દ્વારા પોતાની હળવી શૈલીમાં સ્‍ટ્રેસ રીલીઝીંગ વિષે વકતવ્‍ય આપશે. તેઓ પોતાની શૈલીમાં જીવન જીવવાની પધ્‍ધતિ વિશે વકતવ્‍ય આપનાર છે.  (૨૫.૧૩)

 

ર્ી

 

(3:49 pm IST)