Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

કોર્પોરેશનનું બૂલડોઝર ફરી ધણધણ્‍યુ : મવડી - મોટામવામાં ૪૦ાા કરોડની જમીનો ખુલ્લી કરાવાઇ : ૨૧ ઝૂપડા - દિવાલો તોડાઇ

ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા કાર્યવાહી : ૮ હજારથી વધુ ચો.મી. જગ્‍યા પર દબાણ હતું

રાજકોટ તા. ૮ : મ્‍યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશાનુસાર ટાઉન પ્‍લાનીંગ ઓફિસરના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજે વોર્ડ નં.૧૧ટી.પી. સ્‍કીમ નં.૨૭-મવડીના અંતિમ ખંડ નં.૭૦/બી, ટી.પી. સ્‍કીમ નં.૨૬-મવડીના અંતિમ ખંડ નં.૩/એ તથા વોર્ડ નં.૧૨ માં આવેલ ટી.પી. સ્‍કીમ નં.૨૭-મવડીના અંતિમ ખંડ નં.૬૭/એ માં ઝુંપડાઓનું દબાણ દુર કરવા તથા ટી.પી. સ્‍કીમ નં.૧૬-મોટામવાના ૨૪.૦૦ મી. ટી.પી. રોડ ઉપર બનાવવામાં આવેલ ઝુંપડા તથા દિવાલ દુર કરવા માટેની ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં ૮૦૯૩.૦૦ ચો.મી.ની અંદાજીત ૪૦.૫૦ કરોડની જમીન ખુલ્લી કરાવેલ હતી.

જેમાં વોર્ડ નં. ૧૧માં ટી.પી. સ્‍કીમ નં.૨૭-મવડીનાં અંતિમ ખંડ નં.૭૦/બી (સોશિયલ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર), જેટકો ચોકડી, મવડી વિસ્‍તાર, મવડીમાં એક ઝુંપડુ તથા વોર્ડ નં. ૧૨માં ટી.પી. સ્‍કીમ નં.૨૭-મવડીનાં અંતિમ ખંડ નં.૬૭/એ (વાણીજય વેંચાણ), મવડી-પાળ મેઈન રોડ, રામધણ ચોકની બાજુમાં, મવડી ખાતે ચાર ઝુંપડા અને  વોર્ડ નં. ૧૧માં ટી.પી. સ્‍કીમ નં.૨૬-મવડીનાં અંતિમ ખંડ નં.૩/એ (સોશિયલ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર), બાલક્‍દાસ સોસાયટીની બાજુમાં, મવડી પોલીસ હેડકવાર્ટર રોડ, મવડીમાંથી છ ઝુંપડા તેમજ ટી.પી. સ્‍કીમ નં.૧૬-મોટામવા, ૨૪.૦૦ મી. ટી.પી. રોડ, કાલાવડ રોડ, કણકોટ ચોકડીની બાજુમાં, મોટામવા ખાતેથી બે અસ્‍થાઇ ઝુંપડા તથા ચાપણીયાની દિવાલ તોડી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આ ડીમોલીશનમાં ટાઉન પ્‍લાનીંગ શાખા વેસ્‍ટ ઝોનના આસી. ટાઉન પ્‍લાનર જી. ડી. જોષી,આર. એન. મકવાણા તથા વેસ્‍ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્‍ટાફ,જગ્‍યા રોકાણ શાખાનો સ્‍ટાફ તેમજ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે વિજિલન્‍સનો પોલીસ સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ.

ડીમોલીશનમાં બાલકદાસ સોસાયટીની બાજુમાં મવડી પોલીસ હેડ કવાર્ટર રોડ પર ૬ ઝુંપડા તથા કાલાવડ રોડ કણકોટ ચોકડીની બાજુમાં મોટામવામાં બે અસ્‍થાઇ ઝૂંપડા - દિવાલ તોડી પડાયા હતા. આ કાર્યવાહીમાં ઉપરોકત અધિકારીઓ હાજર રહેલ.

(3:32 pm IST)