Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

રાજકોટ લોકસભા ચૂંટણીઃ ૩૦૦થી વધુ વિડીયોગ્રાફરોની જરૂરિયાત

આખા શહેર-જીલ્લામાં મુકવા અંગે ચૂંટણી શાખા દ્વારા હાલ ગણત્રી ચાલુઃ ટુંક સમયમાં ટેન્‍ડર બહાર પડશેઃ ગયા વર્ષે ૧ કરોડમાં ટેન્‍ડર ગયું હતું...:કાલે શહેર-જીલ્લાના રરરપ મતદાન મથકો ઉપર BLOની હાજરીમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની ખાસ છેલ્લી ઝુંબેશ

રાજકોટ તા. ૮ :રાજકોટ શહેર-જીલ્લામાં લોકસભા બેઠકની ર૦ર૪ ચુંટણી અંગે જબરો ધમધમાટ ચાલી રહ્યો છે, કલેકટર શ્રી પ્રભવ જોષી પોતે બે દિવસ ચૂંટણી કેમ કરવી તે અંગે સ્‍પે. તાલીમ માટે દિલ્‍હી ગયા હતા, જેઓ આજે પરત રાજકોટ ફર્યા છે, તે ઉપરાંત એડી. કલેકટર શ્રી ખાચર પણ પ મી એ ગાંધીનગર ખાતે ચૂંટણી બાબતે તાલીમ માટે ગયા હતા. આ ઉપરાંત રાજકોટ-જીલ્લાની ૧૮૦૩ સરકારી કચેરીમાંથી મંગાવાયેલ સ્‍ટાફની માહિતી અંગે દરેક મામલતદાર કચેરીમાં ખાસ ડેટા એન્‍ટ્રી ચાલી રહી છે.

દરમિયાન રાજકોટ જીલ્લા ચૂંટણી શાખાના અધીકારી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ લોકસભા ચૂંટણી બેઠકમાં આખા શહેર-જીલ્લામાં આ વખતે ૩૦૦થી વધુ વિડીયો ગ્રાફરોની ખાસ જરૂરિયાત રહેશે, અને તે સંદર્ભે વિધાનસભાની કઇ બેઠક વિસ્‍તારમાં ઉપરાંત ઝોનલ ઓફીસરો સાથે કેટલા દિવસ, લોકસભા ચૂંટણીના ફોર્મ ભરાય તે ૮ દિવસ દરમિયાન કેટલા, તથા સેન્‍સેટીવ વિસ્‍તાર-બૂથ-મતદાન મથકો ઉપર કેટલા તેમજ હાઇવે ચેક પોસ્‍ટ ઉપર બસ-રેલ્‍વે સ્‍ટેશન-એરપોર્ટ ઉપર અને સોસ્‍ટીકલ સ્‍કવોડ સાથે કેટલા વિડીયો ગ્રાફરો જોઇશે તેની હાલ ગણત્રી ચાલી રહી છે, આ ગણત્રી પૂર્ણ થયા બાદ અધીકારીઓની સૂચના પછી વિડીયો ગ્રાફરોની જરૂરિયાત અંગે ખાસ ટેન્‍ડર બહાર પડાશે, ઓનલાઇન ભાવો મંગાવાશે, અને એ નોંધનીય છે કે, ગયા વખતે ૧ કરોડ આસપાસ ટેન્‍ડર ગયું હતું, આ વખતે સવાથી દોઢ કરોડ આસપાસ ટેન્‍ડર જવાની શકયતા રહેલી છે, હાલ તમામ બાબતોની ચકાસણી-ગણત્રી ચાલી રહી છે.

દરમિયાન આવતીકાલે રાજકોટ શહેર-જીલ્લાના રરરપ મતદાન મથકો ઉપર સવારે ૧૦ થી સાંજે પ દરમિયાન બૂથ લેવલ ઓફીસરોની હાજરીમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમ અંતર્ગત નામ ઉમેરવા-કમી-સ્‍થળાંતર-સુધારા અંગેના ફોર્મ લોકો ભરી શકશે, આ એક ખાસ છેલ્લો ચાન્‍સ હોય વધુને વધુ નામો ઉમેરાય તે અંગે તંત્રે કાર્યવાહી શરૂ કરી છે, તેમજ દરેક પ્રાંત-મામલતદારોને ખાસ ચેકીંગ કરવા સૂચના આપી છે.

દરમિયાન દિલ્‍હી ખાતે તાલીમ લઇ રાજકોટ આવેલા કલેકટરશ્રી પ્રભવ જોષીએ આજે ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે બે દિવસની તાલીમ સફળ રહી. છેલ્લી ચુંટણી બાદ જે નવા નિયમો આવ્‍યા છે તે અંગે ખાસ તાલીમ રહી હતી, શ્રી પ્રભવ જોષીએ ઉમેર્યું હતું કે આ વખતે પણ શહેર-જીલ્લામાં પ૦ ટકા બૂથો એટલે કે ૧ર૦૦ આસપાસ બૂથો ઉપર મતદાનના દિવસે વેબ કાસ્‍ટીંગ થશે, તેમજ દિવ્‍યાંગો-૮૦ થી વધુ વયના મતદારોના ઘરે જઇ મતદાન કરાવી લેવા અંગે પણ ખાસ કાર્યવાહી થશે, તે ઉપરાંત ઇવીએમ અને વીવીપેટમાંથી નીકળતી ચિઠ્ઠી અંગે પણ ખાસ ચેકીંગ કરાશે.

કલેકટરશ્રીએ ઉમેર્યું હતું કે કાલની ઝુંબેશમાં બૂથ ઉપર વધુને વધુ નામો ઉમેરાય તે અંગે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ, ખાસ કરીને યુવા વર્ગ ૧૮-૧૯ વર્ષની વયના યુવક-યુવતીઓ પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરવા અચૂક ફોર્મ નં. ૬ ભરે તેવી તેમણે ખાસ અપીલ કરી હતી, અત્રે એ નોંધનીય છે કે, કાલની બૂથ ઉપરની ઝુંબેશ સંદર્ભે રાજકોટના સેલ ઓબર્ઝવરશ્રી બારડ ચેકીંગ-નિરિક્ષણ અર્થે સાંજે રાજકોટ આવે તેવી શકયતા છે.(

(4:56 pm IST)