Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

ભાજપ અનુ.જાતી મોરચા દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ

સંવિધાન દિવસ અંતર્ગત પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચાની યોજના અનુસાર ડો.બાબાસાહેબ આંબેડકરજીના મહાનિર્વાણ દિવસ સુધી સંવિધાન ગૌરવ યાત્રા પખવાડીયાની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ તેમજ અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશ અઘ્‍યક્ષ ગૌતમભાઈ ગેડીયાની આગેવાની હેઠળ શહેર ભાજપ અનુસુચિત જાતી મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. તે અંતર્ગત સંવિધાન ગૌરવ યાત્રા શહેરના વિવિધ દલિત વિસ્‍તારોમાં યોજી ડો.બાબાસાહેબ આંબેડકરજીના વિચારોને ઘર ઘર સુધી પહોંચાડવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના પખવાડીયા અંતર્ગત રોહીદાસપરામાં વોર્ડ નં.૪ માં અભ્‍યાસ કરતા ૧પ૦ થી વધુ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી, આ તકે શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, અનુસુચિત જાતી મોરચાના પ્રમુખ રતાભાઈ પરમાર, મહામંત્રી સંજયભાઈ બગડા, અજય વાઘેલા, વોર્ડ નં.૪ ના પ્રમુખ કાનાભાઈ ડંડૈયા, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, જયશ્રીબેન ચાવડા, ભારતીબેન મકવાણા, વોર્ડના પ્રભારી જે.ડી.ભાખર, શિક્ષણ સમિતીના સભ્‍ય ઇશ્‍વરભાઈ જીતીયા, વોર્ડના અગ્રણી તથા પૂર્વ શિક્ષણ સમિતીના સભ્‍ય રવિભાઈ ગોહેલ, દિનેશભાઈ સોલંકી, પ્રવિણભાઈ ચાવડા, જેન્‍તીભાઈ ધાંધલ, શહેર ભાજપ અનુસુચિત જાતી મોરચાના બકુલભાઈ મકવાણા, અનીલભાઈ શ્રીમાળી, ગીતાબેન પારઘી, ચેતનભાઈ ચાવડા,ગીરધર રાઠોડ, રમેશભાઈ રાઠોડ, મનસુખભાઈ ચૌહાણ, તેમજ નાનજીભાઈ પારધી, શોભીતભાઈ પરમાર,મૌલિકભાઈ પરમાર, વિરાટ વાઘેલા, વોર્ડ-૪ ના મહિલા પ્રમુખ રાજેશ્રીબેન માલવીયા, ઉષાબેન મહેતા, જયશ્રીબેન આહિર, નરેશભાઈ ચૌહાણ, પુષ્‍કરભાઈ પરમાર, જમનાદાસ વિસરીયા, મીહિરભાઈ ચૌહાણ, અજયભાઈ પરમાર, પ્રવિણભાઈ રાખલીયા, કાળુભાઈ સાગઠીયા, રમેશભાઈ સાગઠીયા, પૂજાબેન કંટારીયા, ઇલુબેન સાગઠીયા, જીવણભાઈ સાગઠીયા સહિતના જોડાઈ આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્‍યો હતો.

(3:24 pm IST)