Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

મતગણતરી સ્થળે કોઈએ માથું ખંજવાળ્યું તો કોઈએ હાર સ્વીકારી ચાલતી પકડી

કયાંક સમર્થકોમાં ખુશીની લહેર જોવાઈ તો કયાંક નિરાશાઃ કાર્યકરોમાં ઉત્સાહની ખાટીમીઠી તસવીરી ઝલક

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. તમને જણાવી દયે કે ૧ ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ સીટ પર જ્યારે ૫ ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ૯૩ સીટપર મતદાન થયું હતું. ત્યારે હવે ક્યાંક કોંગ્રેસના સુપડાસાફ થઈ રહ્યાં છે. તો ક્યાંક આપનું ઝાડુ ફરી ગયું છે.જ્યારે મોટાભાગની બેઠકો પર અત્યારે ભાજપનો ઝંડો લહેરાઈ રહી. ધોરાજીમાં લલિત વસોયાએ હાર સ્વીકારી છે. તેઓની સામે ભાજપ ઉમેદવારે જીત મેળવી લીધી છે. લલિત વસોયાએ જણાવ્યુંહતું કે આમ આદમી પાર્ટીને કારણે હું ધોરાજી-ઉપલેટાની બેઠક હારી ગયો છું. અને હું મારી હાર સ્વીકારૃ છું.આમ આદમી પાર્ટીકૉંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહી છે.

જસદણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહેલને કારમી હાર સ્વીકારી લીધીછે.

રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાની જીત થઈ છે.જ્યારે બીજી તરફ રાજકોટની પશ્ચિમ બેઠક પર દર્શિતા શાહની જીત થઈ છે.

ત્યારે રમેશભાઈ ટીલાળા કાઉન્ટિંગ મથકની બહાર વિકટરીની સાઈન દેખાડતા જોવા મળ્યા હતા.આસાથે જ તેના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે જોવા મળી હતી.

દર્શિતા શાહે ૬૪૦૦૦ની લીડ સાથે રૃપાણીનો રેકોર્ડ તોડ્યો

બીજી તરફ રાજકોટની પશ્ચિમ બેઠક પર દર્શિતા શાહની જીત થઈ છે.મોટીવાત એ છે કે દર્શિતા શાહે ૬૪૦૦૦ની લીડ સાથેરૃપાણીનો રેકોર્ડ તોડ્યો છે.

(4:49 pm IST)