Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

રાજકોટની બે બેઠક ઉપર 'આપ' બીજા નંબરે

દક્ષિણની બેઠક ઉપર શિવલાલ બારસીયાને ૨૨,૮૭૦ અને કોંગ્રેસના હિતેષ વોરાને ૨૨,૫૦૭ મત મળ્યા જયારે રાજકોટ ગ્રામ્યની બેઠક ઉપર વશરામ સાગઠીયાને ૬૨,૧૬૧ અને કોંગ્રેસના સુરેશ બથવારને ૨૫,૮૮૭ મત મળ્યા

રાજકોટઃ વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત ભાજપે સપાટો બોલાવી દીધો છે. કોંગ્રેસ અને 'આપ'ના સુપડાસાફ થઈ ગયા છે. ત્યારે રાજકોટની બેઠક ઉપર ભાજપે ફરી એકવખત દબદબો જાળવી રાખ્યો છે.

કોંગ્રેસને ફરી એક વખત હતાશા મળી છે. બે બેઠકો ઉપર પણ ત્રીજા ક્રમે ધકેલાયું છે. રાજકોટ ૭૦ દક્ષિણ બેઠક ઉપર રમેશભાઈ ટીલાળાને સૌથી વધુ ૧,૦૧,૭૭૪ મત મળ્યા છે. જયારે શિવલાલ બારસીયાને ૨૨,૮૭૦ મતો સાથે બીજા સ્થાને તો કોંગ્રેસના ઉમેદવાર હિતેષ વોરાને ૨૨,૫૦૭ મત સાથે ત્રીજા સ્થાને રહ્યું છે.

આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય ૭૧ બેઠક ઉપર ભાજપના ભાનુબેન બાબરીયા ૧,૧૩,૬૫૦ મત સાથે પ્રથમ, 'આપ'ના વશરામ સાગઠીયાને ૬૨,૧૬૧ મત સાથે બીજા અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર ૨૫,૮૮૭ મત સાથે ત્રીજા સ્થાને રહેલ છે.

(4:15 pm IST)