Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

કથ્થક નૃત્ય નિદર્શન અને પારિતોષિક વિતરણ સમારંભ

 સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ, રાજકોટ દ્વારા સ્વ. શ્રીમતી બીનાબહેન વિરાણી આંતર રાજકોટ બેડમિન્ટન સ્પર્ધા, તેમજ કથ્થક નૃત્ય નિદર્શન અને પારિતોષિક વિતરણ સમારંભ ઈન્સ્ટિટયુટ ઓફ કવૉલિટી એજ્યુકેશનના સભાખંડમાં યોજવામાં આવેલ. આ સમારંભમાં અધ્યક્ષ તરીકે પંડિત દિનદયાલ ઉપાધ્યાય પેટ્રોલીયમ યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર   એફ.બી. વિરાણી તેમજ અતિથિવિશેષ તરીકે માતપિતા સ્મૃતિ ટ્રસ્ટ, રાજકોટના અધ્યક્ષા શ્રીમતી ગૌરીબહેન વિરાણી તથા માતપિતા સ્મૃતિ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેલ. આ સમારંભમાં કથ્થક નૃત્યની પરંપરાગત તથા આધુનિક કૃતિઓની રજૂઆત કરવામાં આવેલ.   કથ્થક નૃત્ય નિદર્શનમાં રાજકોટની વિવિધ ર૦ જેટલી શાળા-કોલેજોની ૩૩ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધેલ, જ્યારે બેડમિન્ટન સ્પર્ધામાં ૧૧ જેટલી વિવિધ શાળા-કોલેજના ૨૬ જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. બન્ને સ્પર્ધામાં રાજકોટ શહેરની કુલ ૩૧ શાળાઓના ૫૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. શીલ્ડ તથા પારિતોષિક વિતરણ સમારંભમાં કથ્થક નૃત્ય અને બેડમિન્ટન સ્પર્ધામાં વિજેતા બનનાર વિજેતાઓને, તેમજ કલાગુરૃ શ્રીમતી સોનલબહેન દવે,   નૈષદભાઈ દવે અને ખેલગુરૃ  રણજીતસિંહ ભટ્ટીને માતપિતા સ્મૃતિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ  એફ.બી. વિરાણી, શ્રીમતી ગૌરીબહેન વિરાણી,  પ્રકાશભાઈ વિરાણી,   જ્યોતિબહેન વિરાણી,  જેઠાનંદ ધર્માણી અને સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનના ટ્રસ્ટી  બળવંતભાઈ દેસાઈના હસ્તે પારિતોષિક રૃપે શીલ્ડ, પ્રમાણપત્ર, તેમજ રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ, વાલીઓ, તેમજ વિરાણી પરિવારના સભ્યો ઉપસ્થિત રહેલ. (૨૫.૧૯)

 

 

(4:06 pm IST)