Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

રાજકોટ માટે સુકનવંતા પ્રમુખ કમલેશ મીરાણી

તેઓના પ્રમુખપદ હેઠળ લોકસભા, વિધાનસભા, કોર્પોરેશન અને આ વખતની વિધાનસભામાં પણ જીત મળી

રાજકોટઃ વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત ભગવો લહેરાયો છે. કોંગ્રેસ અને આપના સુપડાસાફ થઈ ગયા છે. દરમિયાન રાજકોટની ચારેય બેઠકો ઉપર ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી અને તેની ટીમવર્કના લીધે આ વિજય મળ્યો છે.

કમલેશ મિરાણી ઘણા સમયથી પ્રમુખપદ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓના માર્ગદર્શનમાં રાજકોટમાં ભાજપે લોકસભાની ચૂંટણી, ૨૦૧૮માં વિધાનસભા ચૂંટણી, ૨૦૨૦માં મ્યુનિસીપલ કોર્પોરેશન અને આ વખતની ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં જીત અપાવવામાં સિંહફાળો રહ્યો છે.

રાજકોટની ચારેય બેઠકો ઉપર જીત મેળવ્યા બાદમ કમલેશ મીરાણીએમ જણાવેલ કે કાર્યકરોની મહેનત અને સંગઠનના લીધે આ જીત મળી છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો આભાર વ્યકત કરેલ હતો.

(4:04 pm IST)