Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

વિપક્ષ કોંગ્રેસના નેતા તરીકે હવે અર્જુનભાઇ અથવા અમિત ચાવડા

ઓછામાં ઓછી ૧૮ બેઠકો મળે તો જ સત્તાવાર વિપક્ષનો દરજજો

રાજકોટ, તા., ૮: આજે વિધાનસભાની  ચૂંટણીનું પરીણામ જાહેર થઇ ગયું છે. કોંગ્રેસ સમગ્ર રાજયમાં ૧૭ આસપાસ બેઠકોમાં સમેટાઇ ગઇ છે. ભાજપનો વિજય રથ ૧૫૦ બેઠકોને વળોટી ગયો છે. જાણકારોના કહેવા મુજબ જો કોંગ્રેસને ઓછામાં ઓછી ૧૦ ટકા એટલે કે ૧૮ બેઠકો મળે તો જ સતાવાર રીતે વિપક્ષનો દરજ્જો મળી શકે છે. જો સતાવાર દરજ્જો ન હોય તો પાર્ટીની વ્યવસ્થા મુજબ વિપક્ષી નેતાની વરણી કરી શકાય છે. વિપક્ષી નેતાને કેબીનેટ મંત્રીની સમકક્ષ ગાડી બંગલા અને ઓફીસની સુવિધા મળવાપાત્ર છે.

કોંગ્રેસના વિધાનસભાના નવા નેતા તરીકે અર્જુન મોઢવાડીયાનું નામ મોખરે છે. તેઓ અગાઉ વિપક્ષી નેતા અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ રહી ચુકયા છે. આ વખતે ફરી પોરબંદરથી ચુંટાયા છે. વિપક્ષી નેતા તરીકે બીજુ નામ આણંદથી ચુંટાયેલા અમીત ચાવડાનું ગણાય છે. તેઓ અગાઉ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે રહી ચુકયા છે. હાઇકમાન્ડ આ બે  પૈકી કોઇ એકની પસંદગી કરે તેવી સંભાવના છે.

(4:00 pm IST)