Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ખોટુ કરતા અટકવાની સમજણ આપે તે જ ખરૂ શિક્ષણ : પૂ. પરમાત્‍માનંદજી

વીવીપી એન્‍જીનીયરીંગ કોલેજમાં યોજાયો પ્રવેશોત્‍સવ : દતાત્રેય જયંતિના અવસરે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને વેલકમ

રાજકોટ :  વી.વી.પી. એન્‍જીનીયરીંગ કોલેજમાં દતાત્રેય જયંતિના અવસરે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આવકારવા પ્રવેશોત્‍સવનું આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે આર્ષ વિદ્યા મંદિરના સ્‍વામી પૂ. પરમાત્‍માનંદજીએ પ્રાસંગીક ઉદ્દબોધન કરતા જણાવ્‍યુ હતુ કે ખોટુ કરતા અટકવાની સમજણ આપે તે જ સાચું શિક્ષણ કહેવાય. ભારતીય શિક્ષણનો હેતુ સર્વગ્રાહી વિકાસ છે. આ સંસ્‍થાની સ્‍થાપનામાં ભારતીય શિક્ષણ વ્‍યવસ્‍થા છે. વિદ્યાર્થીનું ચરિત્ર નિર્માણ થાય અને તે સમાજ માટે કોન્‍ટ્રીબ્‍યુટર બને તેવું સર્વગ્રાહી શિક્ષણ જરૂરી છે. જે આવી સંસ્‍થાઓમાં મળે છે. આ તકે વીવીપી કોલેજના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી લલિતભાઇ મહેતા દ્વારા લખાયેલ ‘ભારતીય શિક્ષણ' ચિંતન પુસ્‍તક આપીને પૂ. પરમાત્‍માનંદ સ્‍વામીનું સ્‍વાગત કરાયુ હતુ. બાદમાં ડો. નરેન્‍દ્રભાઇ દવે, પ્રિન્‍સીપાલ ડો. તેજસભાઇ પાટલીયા, વીવીપીના ટ્રસ્‍ટી કૌશિકભાઇ શકુલે પણ પ્રાસંગીક વકતવ્‍યનો લાભ આપ્‍યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન  મિકેનીકલ વિભાગના વડા ડો. નિરવભાઇ મણીઆરે કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્‍સીપાલશ્રીના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગીય વડાઓ, પ્રાધ્‍યાપકગણ અને કર્મચારીણે જહેમત ઉઠાવી હતી. પ્રથમ વર્ષમાં એડમીશન મેળવનાર વિદ્યાર્થીઓ અને વાલીઓને સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્‍ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, ડો. નરેન્‍દ્રભાઇ દવે, આચાર્ય ડો. તેજસભાઇ પાટલીયાએ અભિનંદન પાઠવ્‍યા હતા.

(3:35 pm IST)