Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

લોકપ્રશ્નોનો અવાજ રામભાઇ મોકરીયા અને રમેશભાઇ ધડુક રાજ્‍યસભા અને લોકસભામાં ઉઠાવશે

રાજકોટ તા.૭ : આજથી દિલ્‍હી ખાતે સંસદનું શિયાળુ સત્ર ચાલુ થયું છે જેમા ભાગ લેવા માટે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને પોરબંદરના લોકસભાના સાંસદ રમેશભાઈ ધડુક દિલ્‍હી ખાતે પહોંચ્‍યા છે.

ગઈકાલે સાંજે રાજકોટ એરપોર્ટ ખાતેથી રામભાઈ મોકરીયા અને રમેશભાઈ ધડુક રવાના થયા હતા.

આજથી શરૂ થતા શિયાળુ સત્રમાં રાજય સભાના સાંસદ રામભાઈ મોકરીયા સૌરાષ્ટ્ર કચ્‍છ અને ગુજરાતના પ્રશ્નોને રાજય સભામાં વાચા આપશે. જયારે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક પોરબંદર તથા આસપાસના વિસ્‍તારો ના પ્રશ્નોને વાંચા આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રામભાઈ મોકરીયા દ્વારા વારંવાર લોક પ્રશ્નોને વાચા આપીને લોકોને ન્‍યાય મળે તે માટે સતત તત્‍પર હોય છે. કેન્‍દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી મળે તે માટે પણ તેઓ સતત પ્રયત્‍નશીલ રહ્યા છે અને અનેક યોજનાઓ નો લાભ લોકોને પહોંચાડ્‍યો છે.

(12:08 pm IST)