Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

રાજકોટ શહેર - જિલ્લાની બેઠકોના ઉમેદવારો મત ગણતરી કેન્‍દ્રો પર : વિજયનો વિશ્વાસ

રાજકોટ : શહેર - જિલ્લાની ૮ બેઠકોની મત ગણતરી આજે સવારથી કણકોટ ઇજનેરી કોલેજ ખાતે શરૂ થતા રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ આગેવાનો વહેલી સવારથી પહોંચી ગયા હતા. ભાજપના ઉમેદવારો જયેશ રાદડિયા, ઉદય કાનગડ, ડો. દર્શિતા શાહ, રમેશ ટીલાળા, ભાનુબેન બાબરિયા, કોંગી ઉમેદવારો હિતેષ વોરા, મનસુખ કાલરિયા, ‘આપ'ના વશરામ સાગઠિયા ઉપરાંત રાજકીય અગ્રણીઓ જયરાજસિંહ જાડેજા, પુષ્‍કર પટેલ, ગોરધન ધામેલિયા, ભાવેશ પટેલ, કમલેશ મિરાણી વગેરે પણ ઉપસ્‍થિત હતા. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(10:34 am IST)