Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

મત ગણતરીનો શુભારંભ

 રાજકોટ શહેર જિલ્લાની આઠ બેઠકોની મત ગણતરીનો પ્રારંભ રાજકોટની ભાગોળે કણકોટ એન્‍જીનિયરીંગ કોલેજ ખાતે કરાયો હતો. અહીં જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી અને રાજકોટની ચાર બેઠકોની મતગણતરી શરૂ કરવામાં આવી હતી. મત ગણતરી કરનાર સ્‍ટાફ ઇવીએમ સાથે કતારમાં હાજર થઇ ગયા હતા. અધિકારી દ્વારા સ્‍ટ્રોંગ રૂમનું સીલ ખોલી મત ગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી તે સમયની તસ્‍વીરો નજરે પડે છે. નીચેની તસ્‍વીરોમાં બેલેટ પેપરની ગણતરી તેમજ અંદરના કાઉન્‍ટર પર ગણતરીમાં કામે લાગેલ સ્‍ટાફ અને બહાર ઉમેદવારો અને પક્ષોના એજન્‍ટ મિત્રો નજરે પડે છે. તેમજ સ્‍થળ પર કલેકટર અરૂણ મહેશ બાબુ સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા તે દૃશ્‍યમાન થાય છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(9:43 am IST)