Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ગોસ્‍વામી સમાજના તેજસ્‍વી તારલાઓનું રવિવારે સન્‍માન

દશનામ ગોસ્‍વામી જાગૃતિ મંડળનું આયોજન : સાથે હસાયરો અને સમાજ શ્રેષ્‍ઠીઓનું પણ સન્‍માન

રાજકોટ તા. ૭ : દશનામ ગોસ્‍વામી જાગૃતિ મંડળ દ્વારા તેજસ્‍વી વિદ્યાર્થીઓને સન્‍માનીત કરવાનો સમારોહ આગામી તા. ૧૧ ના રવિવારે આયોજીત કરાયો છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મંડળના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે ૮૦% થી વધુ માર્કસ મેળવનાર જ્ઞાતિના તેજસ્‍વી વિદ્યાર્થીઓને દર વર્ષે સન્‍માનીત કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે તા. ૧૧ ના રવિવારે સવારે ૯ વાગ્‍યાથી હેમુગઢવી હોલ ખાતે તેજસ્‍વી વિદ્યાર્થી સન્‍માન સમારોહ ગોઠવેલ છે. સાથે હસાયરો પણ રાખેલ છે અને ગોસ્‍વામી સમાજના શ્રેષ્‍ઠીઓ અગ્રણીઓનું પણ બહુમાન કરાશે.

ધો.૧ થી લઇને કોલેજ કક્ષા સુધીના ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓની એન્‍ટ્રી મળી છે. સંસ્‍થા દ્વારા વિદ્યાર્થીઓને શિલ્‍ડ, સન્‍માનપત્ર અને ઉપયોગી ગીફટ આપી સન્‍માન કરાશે.

આ કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે અગ્રણી ઉદ્યોગપતિ શ્રી રાજેશગીરી પી. ગોસ્‍વામી અને કાર્યક્રમના પ્રમુખસ્‍થાને જ્ઞાતિ અગ્રણી, શિક્ષણવિદ્દ, સોમનાથ અતિથિ ભવનના મહામંત્રી પ્રફુલગીરી ટી. ગોસ્‍વામી કાર્યક્રમના પ્રમુખ તરીકે ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમમાં શ્રી મહાગુજરાત દશનામ ગોસ્‍વામી મહામંડળના ઉપાધ્‍યક્ષ શ્રી હરેશભારથી અમદાવાદ, પ્રમુખ શ્રી ધર્મેન્‍દ્રગીરીજી અમરેલી, સૌરાષ્‍ટ્ર પ્રદેશ પ્રમુખ ડો. કલ્‍પેશગીરીજી શીહોર, યુવા પાંખ પ્રમુખ શ્રી કૃષ્‍ણગીરીજી લીંબડી, શ્રી ઉમેદજીત ગોસ્‍વામી ત્રાપજ વગેરે આગેવાનો સૌરાષ્‍ટ્રમાંથી ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહીત કરશે.

વિદ્યાર્થીઓને મોમેન્‍ટો અને ગીફટ માટે રાજેશગીરી પ્રેમગીરી, પ્રફુલગીરી ત્રિભુવનગીરી, સ્‍વ. નિર્મળાબેન જેરામગીરી, અરવિંદગીરી પ્રભાતગીરી, રમેશગીરી જગદીશગીરી, વિજયભારથી ભીખુભારથી, ડો. યશવંતગીરી કેશવગીરી, પ્રમોદપુરી મોહનપુરી, પ્રવિણભારથી, ડો. કેતનગીરી ઇશ્વરગીરી, જીતેન્‍દ્રગીરી ધીરજગીરી, સીટી એન્‍જી. વાય. કે. ગોસ્‍વામી તથા અન્‍ય દાતા પરિવારોનો સહયોગ મળેલ છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દશનામ ગોસ્‍વામી જાગૃતિ મંડળના સર્વશ્રી અશ્વિનગીરી, પ્રવિણપુરી, દીપકગીરી, વિનોદભારથી, હરેશગીરી, પંકજગીરી, શાંતિગીરી, પ્રમોદપુરી, પ્રવિણભારથી, મહેશગીરી, યશવંતગીરી, અમુલગીરી, ભુપતપુરી, પ્રવિણભારથી, મનસુખગીરી, વિશાલગીરી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ધર્મન્‍દ્રગીરી ચતુરગીરી, વિરલપરી ધરમપરી, વિનોદભારથી એસ. ગોસ્‍વામી, શાંતીગીરી એસ. ગોસાઇ, સંદીપપુરી છગનપુરી ગોસ્‍વામી, સુરેશગીરી એસ. ગોસ્‍વામી, પંકજગીરી એ. ગોસ્‍વામી, રાજેશગીરી આઇ. ગોસ્‍વામી, અશ્વિનગીરી એચ. ગોસાઇ, કૈલાશપુરી સી. ગોસ્‍વામી, જયોતિષગીરી આર. ગોસ્‍વામી, મહેશગીરી એસ. ગોસ્‍વામી, પ્રવિણભારથી ડી. ગોસ્‍વામી, વિપુલગીરી પી. ગોસ્‍વામી, વિજયગીરી એ. ગોસ્‍વામી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:11 pm IST)