Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ઓમિક્રોનને લઇને આઇએમેએએએ સ્કૂલ-વિદ્યાર્થીઓ-વાલીઓ માટે દસ સૂચનો સાથે માર્ગદર્શિકા જાહે કરી

સ્વનિર્ભર શાળા સંચાલકોએ ઇન્ડિયન મેડીકલ એસોસિએશન પાસેથી સૂચનો મંગાવ્યા હતા

રાજકોટ,તા.૮ : હાલ સમગ્ર વિશ્વમાં ફરી કોરોનાની દહેશત ફેલાઇ છે. તેમાંપણ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન વાયરસથી ખળભળાટ મચ્યો છે. ત્યારે રાજકોટમાં ઓમિક્રોન વાઇરસને લઈને IMAએ માર્ગદર્શિકા જાહેર કરી છે. નોંધનીય છેકે ઓમિક્રોન વાયરસને લઇને સ્વનિર્ભર શાળા સંચાલકોએ IMA પાસેથી સૂચનો મંગાવ્યા હતા. જેને અનુસંધાને આ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલક તેમજ વાલીઓ માટે ૧૦ જેટલા સૂચનોની માર્ગદર્શિકા જાહેર કરી છે.

(૧) શાળાએ આવતો વિદ્યાર્થી ઘેરથી હૂંફાળું પાણી વોટર બોટલમાં લાવે

(૨) પોતાના નાસ્તા બોકસમાં શકયતઃ ગરમ અને રાંધેલો નાસ્તો લાવે

(૩) વિદ્યાર્થી એન -૯૫ માસ્ક પહેરીને આવે

(૪) વિદ્યાર્થી દહી-છાસ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા વગેરેથી દૂર રહે

(૫) શાળા પણ નાસ્તામાં કે જમવામાં દહી-છાસ જેવા ઠંડા પદાર્થ નાં આપે.

(૬) શાળાનાં શિક્ષકો અને સ્ટાફ પણ એન -૯૫ માસ્ક પહેરે

(૭) શિક્ષકો ભણાવતી વખતે ફેસ શિલ્ડ પહેરીને પણ ભણાવી શકે

(૮) કોઈપણ બાળકનાં શાળામાં પ્રવેશ વખતે જ એને તાવ,શરદી,ઉધરસ નથી એ તપાસી લેવામાં આવે.

(૯) શાળાનાં ડ્રાઈવર, આયાબેન વગેરે પણ એન -૯૫ માસ્ક જ પહેરે

(૧૦) વાલીઓ ખાસ જો પોતાના બાળકને જરાપણ તાવ,શરદી કે ઉધરસ જેવું જણાય તો પોતાના ફેમિલી ડોકટરની સલાહ લે અને ખાસ બાળકને શાળાએ ના મોકલે.

(3:57 pm IST)