Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં જીનીયસ પેનલને પ્રચંડ સમર્થન

ઉમેદવારોએ સંતો-મહંતોના આશીર્વાદ મેળવ્યાઃ પુર્વ કેબીનેટ મંત્રી આર.સી.ફળદુએ કાર્યાલયની મુલાકાત લીધીઃ સમાજના આગેવાનો દ્વારા પેનલને જીતાડવા શુભેચ્છા પાઠવી

રાજકોટ, તા., ૮: હાલમાં રાજકોટ  ખાતે સમગ્ર શહેરના વકીલોના સંગઠન બાર એસોસીએશનની ચુંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહયો છે. ત્યારે જીનીયસ પેનલના તમામ પદ માટે ઉમેદવારી નોંધાવનાર પ્રમુખ પદે અર્જુનભાઇ પટેલ, ઉપપ્રમુખપદે બીમલભાઇ જાની, સેક્રેટરીના પદે પી.સી.વ્યાસ, જોઇન્ટ સેક્રેટરી પદે દિવ્યેશભાઇ મહેતા, ખજાનચીના પદે ડી.બી.બગડા, લાયબ્રેરી સેક્રેટરીના પદે અજયભાઇ જોશી, તેમજ નવ સભ્યોની કારોબારીના પદ માટેના ઉમેદવારો અજયસિંહ ચૌહાણ, રાજેશ ચાવડા, હિરેન ડોબરીયા, સાગર હપાણી, મોનીશ જોશી, રાજેન્દ્ર જોશી, કુકડીયા રજનીક, કલ્પેશભાઇ મૈયડ, રવી વાઘેલા, આ તમામ ઉમેદવારોને સમાજના દરેક વર્ગ જેવા કે વકીલો, સાધુ, સંતો, મહંતો, સમાજના તથા અલગ-અલગ જ્ઞાતિના આગેવાનો સામાજીક અગ્રણીઓનું ચોમેરથી જબરજસ્ત અને સ્વયંભુ સમર્થન મળી રહયું છે. દરેક ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરતા પુર્વે આજ રોજ રાજકોટ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, બાલાજી મંદિર, આશાપુરા મંદિર, પંચનાથ મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા જયાં દરેક જગ્યાએ સંતોએ વિજય ભવઃ ના આશીર્વાદ આપ્યા હતા.

ચુંટણી કાર્યાલય ખાતે આજરોજ પુર્વ કેબીનેટ મંત્રીશ્રી આર.સી.ફળદુ શુભેચ્છા મુલાકાતે પર્ધાયા હતા. જેમાં તેમને પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં વકીલો કોઇ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર પ્રચારના કાર્ય માટે એકત્ર થયા છે એના ઉપરથી લાગી રહયું છે કે સૌ સ્વેચ્છાએ હાજર રહયા છે. માટે પરીવર્તન અવશ્ય આવશે જ વધુમાં તેમણે જણાવ્યું હતું કે જીનીયસ પેનલની વિચારધારા ખુબ જ સ્પષ્ટ છે અને આટલુ એકતાભર્યુ વાતાવરણ અને ફુલપ્રુફ વ્યવસ્થા જોઇને લાગી રહયું છે કે જીનીયસ પેનલ એક રેકોર્ડ બ્રેક માર્જીન સાથે જીતવા જઇ રહી છે.

જીનીયસ પેનલના ઉમેદવારોનો પ્રચાર પ્રસાર ખુબ વ્યાપકપણે થઇ રહયો છે. કાર્યાલય ખાતે ચુંટણી પ્રચારને લગતી અનેકવિધ પ્રચાર સામગ્રી સાથે સોશ્યલ મીડીયામાં પણ વ્યાપકપણે જીનીયસ પેનલ વકીલ આલમમાં જાણીતી બની છે. વકીલના દરેક વર્ગો જેવા કે સીનીયર એડવોકેટ અનિલભાઇ દેસાઇ, લલીતસિંહ શાહી, પિયુષભાઇ શાહ, ગીરીશભાઇ ભટ્ટ, કમલેશભાઇ શાહ, તુલશીદાસ ગોંડલીયા, જી.એલ.રામાણી, મૌલીકભાઇ ફળદુ, ધીમંતભાઇ જોશી, કમલેશભાઇ રાવલ, હિતુભા જાડેજા, ભગીરથસિંહ ડોડીયા, કિરીટભાઇ પાઠક, પરેશભાઇ ઠાકર, નરેન્દ્રભાઇ બુસા, સુરેશભાઇ ફળદુ, કે.સી.વ્યાસ, જે.કે.સરધારા, ચેતન આસોદરીયા, મનીષભાઇ ખખ્ખર, હરેશભાઇ દવે, નરેશભાઇ દવે, કમલેશ ઠાકર, પ્રફુલભાઇ વસાણી, કિરીટસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, બહાદુરસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, શૈલેષ ભટ્ટ, રઘુવીરસિંહ બસીયા, કિરીટ નકુમ, હિમાંશુ પારેખ, નિવિદ પારેખ, હર્ષિલ શાહ, દિલીપભાઇ જોષી, ભરતભાઇ હિરાણી, એલ.જે.રાઠોડ, પરેશભાઇ મારૂ, વિશાલ ગોસાઇ, હસમુખભાઇ ગોહેલ, અશ્વીનભાઇ ગોસાઇ, જયેન્દ્રભાઇ ગોંડલીયા, સી.પી.પરમાર, જુનીયર એડવોકેટ મિલન જોશી, જયપાલસિંહ સોલંકી, રવિરાજસિંહ રાઠોડ, કૈલાશ જાની, રાહુલભાઇ મકવાણા, દિપ વ્યાસ, અશ્વીનભાઇ પાડલીયા, અભિષેક શુકલ, નિશાંત જોશી, દેવેન ગઢવી, વિક્રાંત વ્યાસ, રાજેશ ડાંગર, પ્રિયાંક ભટ્ટ, સત્યજીતસિંહ ભટ્ટી, મહેન ગોંડલીયા, મુકેશ ગોંડલીયા, મૌલીક રામાણી, જવલંત પરસાણા, જીગર નશીત, રાજેન્દ્ર જોશી, પ્રશાંતભાઇ વાઢેર તેમજ મહિલા બાર એસોસીએશન, રેવન્યુ બારના તુષાર સોંડાગર, ટેક્ષ પ્રેકટીશનર, એમ.એ.સી.પી. પ્રેકટીશનર, સિવિલ પ્રેકટીશનર, લેબર પ્રેકટીશનર તેમજ નોટરીશ્રીઓનું જંગી સમર્થન જીનીયસ પેનલને મળી રહયું છે. આ તકે સમગ્ર પેનલ દ્વારા રાજકોટના  તમામ એડવોકેટશ્રીઓને તા.૧૭ના શુક્રવારના રોજ સવારે ૯ થી બપોરે ૩ દરમ્યાન સિવિલ કોર્ટે બિલ્ડીંગ પહેલા માળે મોચી બજાર ખાતે અવશ્ય મતદાન કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે.

(3:52 pm IST)