Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સિગ્મા ઇન્સ્યોરન્સ કંપની વિરૂધ્ધ કરવામાં આવેલ ડીસ્ચાર્જની અરજી નામંજુર

રાજકોટ તા. ૮ : અત્રે સિગ્મા ઇન્શ્યોરન્સ બ્રોકીંગ પ્રા.લી. તથા યુનાઇટેડ ઇન્સ્યરન્સ કંપની વિરૂધ્ધ રાજકોટના વીમેદાર પરેશભાઇ દાવડાને બ્રોકર તથા વિમા કંપની દ્વારા મેડીકલેમની પુરે પુરી રકમ ન ચુકવતા રાજકોટ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ જે કામે થયેલ ડીસ્ચાર્જની અરજીને ગ્રાહક ફોરમે રદ કરી હતી.

આ કેસની હકીકત મુજબ રાજકોટના ફરીયાદી પરેશભાઇ દાવડાએ યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યોરન્સ કંપનીની ફેમીલી મેડીલકલેમ પોલીસી ર૦૧૪ જે ૧૦૦% મેડીકલ કવરની પોલીસી લીધેલી હતી ફરીયાદી પરેશભાઇ દાવડાનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તેમને ર૦ દિવસ ઇન્ડોર તથા આઉટડોર સારવાર લીધેલી હતી જે અંગેના તમામ મેડીકલ રી-એમ્બર્સમેન્ટ કુલ ખર્ચ રૂ. ૧,ર૦,૬૬૯ ની માંગણી વિમા કંપની પાસે કરેલ હતી જેમાં વિમા કંપનીએ રૂ.૮૯,ર૭૧ ચુકવેલા હતા વિમા કંપની પોતાની મનસુફી તથા જુદા જુદા કારણો ઉભા કરી રૂ.૩૧,૩૯૮ ચુકવેલ ન હતા જે અંગે ફરીયાદી દ્વારા વિમા કંપની તથા એજન્ટ પાસે અનેક વખત મૌખીક તથા લેખીત ટેલીફોનીક રજુઆત કરવા છતાં ચુકવેલ ન હતા.તેની ફરીયાદી દ્વારા રી-વાઇઝડ સી.પી.એકટ ર૦૧૯ (કાયદાના નં.૩પ) ની કલમ ૧૧ તેમજ કલમ  ૧ (૪૬) મુજબ મેડીકલેમની રકમ રૂ.૩૧,૩૯૮ તથા માનસીક ત્રાસ અન્યના રૂ.૧,૧૦,૦૦૦ વળતર મેળવવા અંગેની ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરીયાદ દાખલ કરેલ છે.

આ ફરીયાદના કામે બ્રોકર કંપની સિગ્મા ઇન્સ્યોરન્સ બ્રોકિંગ પ્રા.લી.દ્વારા ગ્રાહક સુરક્ષા ફોરમમાં પોતાના બ્રોકર તરીકે મેડીકલેમની રકમ પાસ કરાવવાની કોઇ જવાબદારી ન હોય તે જે તે વિમા કંપની હોય તેવી માંગણી સાથે ડિસ્ચાર્જ અરજી કરેલ જે અરજીની સામે ફરીયાદીના એડવોકેટ નિશાંત જોષી દ્વારા રજુઆત કરવામાં આવેલ તે બ્રોકીંગ કંપની સિગ્મા ઇન્સ્યોરન્સ બ્રોકીંગ પ્રા.લી.વિમા કંપનીના માનીય એજન્ટ હોય વિમા પોલીસી કરાવતી વખતે સમગ્ર મેડીકલ રી-એમ્બર્સમેન્ટ ખર્ચ વિમા કંપની પાસેથી ચુકવી અપાવશે તેવો વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલી હોય ફરીયાદીને બ્રોકર સાથે સિધા સંબંધ હોય જેથી આવા વિમા પોલીસીમાં એજન્ટ પણ ફરીયાદીને તમામ ખર્ચ ચુકવી આપવા પુરેપુરા જવાબદાર હોય જેથી તેમની માંગણી પાયા વિહોણી હોય છે ફરીયાદીના એડવોકેટની દલીલથી સામાવાળા બ્રોકર સિગ્મા ઇન્શ્યોરન્સ કંપની ડિસ્ચાર્જ અરજી રદ કરેલ હતી.

આ કામે રાજકોટના એડવોકેટ નિશાંત જોષી, આર.કે.જાગાણી, ચેતન ચોવટીયા, દેવેન ગઢવી, પાર્થ સંઘાણી, ભાવિક ફેફર, વિવેક ખુંટ, મંથન વિરડીયા રોકાયેલા હતા.

(3:43 pm IST)