Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જામનગર હાઇવે પર ટેન્કરમાંથી ઓઇલ ઢોળાતાં વાહનો સ્લીપ થયાઃ ફાયર બ્રિગેડે રસ્તો ચોખ્ખો કર્યો

રાજકોટઃ શહેરનાં જામનગર હાઇ-વે ઉપર આજે સવારે ઓઇલનું ટેન્કર ઢોળાઇ જતાં રસ્તો ચીકણો બન્યો હતો. અનેક વાહનો સ્લીપ થયા હતા. આ બાબતે ભા.જ.પ.નાં કોર્પોરેટર જયમીન ઠાકરને જાણ થતા તેઓએ તુરત સ્થળ પર દોડી જઇને રસ્તો બંધ કરાવી સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમને બોલાવી ફાયર ફાઇટરમાંથી પાણીનો મારો ચલાવી રસ્તો ચોખ્ખો કરાવતાં વાહન-વ્યવહાર પુનઃ શરૂ થયો હતો. તે વખતની તસ્વીરો. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:43 pm IST)