Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સૈનિકોના ઉત્કર્ષ અર્થે કલેકટર - DDO દ્વારા સરાહનીય ફાળો આપી ઋણ અદા કરાયું : નાગરિકોને પણ અપીલ

રાજકોટ તા. ૮ : સમગ્ર દેશમાં ઉજવાયેલ સશસ્ત્રસેના ધ્વજ દિન નિમિત્તે જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સરાહનીય ફાળો આપી સૈનિકો પ્રત્યેનું તેમનું ઋણ અદા કર્યું છે, અને જિલ્લાના નાગરિકોને સૈનિકોના કલ્યાણ અર્થે વધુ ને વધુ ફાળો આપવા અનુરોધ કર્યો છે.

દેશની સરહદોની ખડે પગે રક્ષા કરતા સૈનિકો તથા દેશ માટે શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોને સહાય કરવા માટે સમગ્ર દેશમાં સાતમી ડીસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી કરવામાં આવે છે, જે અન્વયે સૈનિકો તથા તેમના કુટુંબીઓના કલ્યાણ માટે દેશભરમાંથી ફાળો એકત્ર કરવામાં આવે છે. આ નિમિત્તે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ કચેરીની આગેવાની હેઠળ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુને ધ્વજદિનનો બેજ લગાવ્યો હતો, તેમના બોકસમાં કલેકટરશ્રીએ ફાળો જમા કરાવી ઉમદા ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું. નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ પોતાનું યોગદાન સૈનિક નિધિમાં અર્પણ કરી દેશના સૈનિકો પ્રત્યેનું તેમનું ઋણ અદા કર્યું હતું.

(3:17 pm IST)