Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

વિમા એજન્ટને વળતર ચુકવવા ગ્રાહક તકરાર નિવારણ આયોગનો હુકમ

સમયસર ચેક ન નાંખતા ગ્રાહકને મેડીકલેઇમ ન મળતા

રાજકોટ તા. ૮: જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (મુખ્ય) રાજકોટના પ્રમુખ જજ વી. એમ. નાયક તથા મેમ્બર જજ કોકીલાબેન સચદેવ દ્વારા ફરીયાદ ર૮૧/ર૦ર૦ તા. ૧૮/૦૭/ર૦ર૦ ના કામે અરજદાર જીગ્નીશાબેન જયંતીલાલ પરમાર રહે-રામનાથ પરા પોલીસ લાઇન રાજકોટ વાળાએ સામે વાળા શીલ્પાબેન બીપીનચંદ્ર પટેલ (રક્ષા TPA) ઇ-૩ વૈકુઠધામ ટાઉનશીપ નં. એલ-ગજાનંદ હાઇટ માંજલપુર દરબાર ચોકડી વડોદરા વાળા વિરૂધ્ધ ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીના હેપી ફેમીલી ફલોટર પોલીસીમા વિમા પ્રીમીયમનો ચેક અરજદારે સમયસર પહોંચાડેલ તેમ છતાં વીમા એજન્ટે વીમા કંપનીમાં ચેક નહીં નાખતા ગ્રાહકને મેડીકલેઇમના નાણાં નહીં મળતા દાદ માંગેલ જે અન્વયે કોર્ટે ગ્રાહકને તા. ૧૮-૭-ર૦ર૦ થી રકમ રૂ. ૧પ,૪૮૮/- અંકે (પંદર હજાર ચારસો અઠીયાસી પુરા) ૭% વ્યાજ સાથે તથા વળતર પેટે રકમ રૂ. ર,૦૦૦/- તથા ફરીયાદ ખર્ચ પેટે રૂ. ૧૦૦૦/- દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરેલ છે.

રક્ષા TPA વડોદરા દ્વારા ગ્રાહક સેવામાં ખામી રાખી ગંભીર ક્ષતી રાખ્યાનું નામદાર કોર્ટે જાહેર કરેલ છે તેમજ ગ્રાહકને થયેલ આર્થીક માનસીક તેમજ શારીરીક નુકશાન બદલ વિમા એજન્ટ વિરૂધ્ધ ઐતિહાસિક ચુકાદો આપી બોધપાઠ આપેલ છે.

(3:16 pm IST)