Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

મકાનના ફળીયામાં ગાંજાનું વાવેતર કરનાર અંગે પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ, તા. ૧૮ :  મકાનના ફળીયામાં ગાંજાનું વાવેતર કરનાર આરોપીની જામીન અરજી રદ કરવાનો સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. રપ-૧૧-ર૧ ના રોજ આટકોટ પોલીસે વિછીયા તાલુકાના ગામ આસલપુરમાં મકાનમાં રેઇડ કરતા ત્યાં મકાનના ફળીયામાં માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરવામાં આવેલ હતુ અને પોલીસે ત્યાંથી ૧ કિલો ૮૦૦ ગ્રામ ગાંજાના છોડ કબજે કરેલ અને ગાંજાનું વાવેતર કરનાર આરોપી કાનજીભાઇ ઉર્ફે કાનાભાઇ વિરજીભાઇ જાદવની ધરપકડ કરી જેલ હવાલે કરેલ.

જેલમાંથી આરોપીએ જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર થઇ જામીન અરજીનો વિરોધ્ધ કરતા રજુઆત કરેલ કે આરોપીને કાયદાનો કોઇ ડર રહેલ નથી આવા નશીલા પદાર્થનું વાવેતર કરી ગંભીર ગુન્હો કરેલ છે આવા આરોપીને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્હા કરશે તેથી જામીન અરજી રદ કરવા રજુઆત કરેલ તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ  પી.એન. દવે જામીન અરજી રદ કરેલ છે.  આ કામમાં સરકાર તરફેે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:15 pm IST)