Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

વૃંદાવન સોસાયટી પાછળ આવાસના કવાર્ટરમાં પેરોલ ફરલો સ્કવોડનો દરોડોઃ ૨.૯૪ લાખનો દારૂ કબ્જે

ફરલો સ્કવોડના પીએસઆઇ.એમ. એસ.અંસારીની ટીમનો દરોડોઃ બુટલેગરની શોધખોળ

રાજકોટ, તા.૮: કાલાવડ રોડ વૃંદાવન સોસાયટીની પાછળ આવેલા આર.એમ.સીના આવાસ યોજનાના બંધ કવાટરમાં પેરોલ ફરલો સ્કવોડે બાતમીના આધારે દરોડો પાડી રૂ.૨.૯૪ લાખનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલા આવાસ યોજનાના કવાટરમાં દારૂનો જથ્થો પડયો હોવાની પેરોલ ફરલો સ્કવોડના કોન્સ સીરાજભાઇ પાનીયા, યોગેન્દ્રસિંહ ઝાલા અને યુવરાજસિંહ રાણાને બાતમી મળતા કાલાવડ રોડ વૃંદાવન સોસાયટીની પાછળ આવેલા આર.એમ.સીના આવાસ યોજનાના કવાટરમાં બ્લોક નં.૪માં બંધ કવાટર નં.૧૦૦૯માં દરોડો પાડી કવાટરનું તાળુ તોડી અંદર જોતા રૂ.૨,૯૪,૦૦૦ની કિંમતની ૮૧૬ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.વી.બસીયાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફરલો સ્કવોડના પી.એસ.આઇ. એમ.એસ.અંસારી, એ.એસ.આઇ. ઝહીરભાઇ  ખફીક, કોન્સ અનિલસિંહ ગોહિલ, કોન્સ શીરાજભાઇ ચાનીયા, યોગેન્દ્રસિંહ ઝાલા, તથા યુવરાજસિંહ રાણા તથા શાંતુબેન દ્વારા કરવામાં આવી હતી.

(3:14 pm IST)