Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

દેશી-શેરી રમતો રમાડવાનું મહાઅભિયાન

બાળકોને શારીરિક સક્ષમ-ચપળ-જીતનો ઉત્સાહ વધારવા-પરાજ્યનો આઘાત સહવાની ક્ષમતા વિકસાવવાનો ધ્યેય : નવરંગ કલબનું આયોજનઃ રસ ધરાવતી સ્કુલો-ગામોમાં વી.ડી.બાલા ખુદ આવીને રમતો રમાડશેઃ ર૦૧૯માં ૧૦૭ શાળાઓમાં રમતા રમાડાઇ હતી.

રાજકોટ તા. ૮ : નવરંગ નેચર કલબ-રાજકોટ દ્વારા દેસી રમતો (શેરી રમતો) રમાવાનું મહાઅભિયાન છોડાયું કે  ૪જી યુગમાં વિદ્યાર્થીઓ મેદાનની દેસી રમતોથી દુર થઇ ગયેલ છે અત્યારે મોબાઇલમાં રમતો રમાય છે ૩ વર્ષના બાળકોથી શરૂ કરી મોટી ઉંમરના લોકો મોબાઇલમાં જાત જાતની રમતો રમતા હોય છે. આવી મોબાઇલની રમતોથી બાળકોને મોબાઇલની રમતોથી બહાર કાઢવા માટે મેદાનની દેસી રમતો રમાડવી જોઇએ કે જે મોટાભાગે શેરીઓ માં રમાતી શેરી રમતોની મજા એ છે કે થોડી જગ્યામાં થોડા માણસોથી થોડા સમય અને નહીવત સાધનોથી રમી શકાય છે. જેના ફાયદા નીચે મુજબ છે.

રમત-ગમત એટલે જે 'રમવું' અને 'આનંદિત' રહેવું, રમત રમવાનો ભાવ એ આંતરસ્કૃરિત અને કુદરતી છે., રમત-ગમતએ જન્મજાત પ્રવૃતી છે. અને તેનાથી ક્રિયાશીલતા કેળવાય છે. રમત એ જીવનના સરવાળા-બાદબાકીનો તટસ્થ ઘટક છે., રમતના મેદાનમાં મુલ્યલક્ષી અનુભવો મળે છે. રમતથી સુખ, આનંદ, ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. ચારિત્ર્ય નિર્માણ માટે રમત જરૂરી છે તેનાથી સંસ્કારો શુદ્ધ થાય છે.,  રમત એ રૃંધાયેલ આવેગ, ઇચ્છાઓ અને જરૂરિયાતોની અભિવ્યકિતનું માધ્યમ છે., રમતો શરીરના સ્નાયુ બંધો, તંદુરસ્તી અને મજબુતાઇ માટે છે., સંકયોનો સામનો કરવાની ઉકેલ શોધવાની શકિત બુધ્ધિ રમતથી આવે છે., સર્વાંગી વિકાસ માટે જરૂરી બધાજ ગુણોનું સંવર્ધન રમતના માધ્યમથી થાય છે., સૃષ્ટિ પરની ઇશ્વરલીલા એટલે રમત., રમતથી ખેલદિલીની ભાવના વધે છે. હારજીત પચાવતા શીખે છે. સમવયસ્કો સાથેનું સુસંવાદિતા સાધતા શીખે છે., એકાગ્રતામાં વધારો થાય છે. તાલગતિ કેળવાય છે., સ્નાયુ-સહનશકિતમાં વધારો થાય છે., હૃદય રૂધિરવાહિની અને શ્વાસન સહનશકિત વધે છે.

આ યુગમાં વિદ્યાર્થીઓમાં મોબાઇલની રમતો સિવાય માત્ર ક્રિકેટ રમવાનો ગજબનો શોખ હોય છે તેથી દેસી રમતો ઓછી રમાય છે.

આવી ભુલતી જતી બિન ખર્ચાળ દેસી રમતો લોકભોગ્ય બને તે માટે જાન્યુઆરી ર૦૧૯ થી પ્રાથમીક શાળા અને હાઇસ્કુલના બાળકોને ગામડે કે શહેરમાં જઇ સ્કુલોમાં રમતો રમાડેલ, મે ર૦૧૯ માં કુલ ૧૦૭ સ્કુલોમાં જઇ ર૦૦૦૦ બાળકોને દેસી રમતો (શેરી રમતો) વિનામુલ્યે રમાડેલ છે બાળકોને રમતો રમાડીયા પછી સ્થાનિક લોકોના સહકારથી ભરપુર નાસ્તો (ગાજર, બીટ, ટામેટા, કાકડી, જામફળ, બોર અને દાડમ) કરાવવામાં આવે છે.

(૧) લંગડી (ર) ખોખો (૩) નારગોલ (૪) દોરડા કુદ (પ) આંધળો પાટો (૬) છુટ દડો (૭) લીંબુ ચમચી (૮) કોથડા દોડ (૯) સંગીત ખુરશી (૧૦) રેલ ગાડી (૧૧) દોરડા ખેંચ (૧ર) ધમાલ્ીયો ધોકો (૧૩) કબડી (૧૪) કમાન્ડો બ્રિજ (૧પ) સાંઢિયો-સાંઢિયો (૧૬) કુંક મારી ફુગો ફોડવો (૧૭) પૈડાં ફેરવવા (૧૮) પૈડામાંથી પસાર થવું (૧૯) લાંબી કુદ (ર૦) ઉંચી કુદ (ર૧) જુમખા (રર) ત્રિપગી (ર૩) દેડકા દોડ (રપ) ગિલ્લ્ી-દડો (ર૬) ટપાલી દાવ (ર૭) ભમરડા (ગરિયો) (ર૮)મીની ઠેકામણી (ર૯) ફેર-ફુદરડી (૩૦) બિલ્લી પકડ (૩૧) બેક રેસ વગેરે ગામડે-શાળાએ જઇને નિઃશુલ્ક રમાડાશે વધારે વિગતો માટે વી.ડી.બાલા મો.૯૪ર૭પ ૬૩૮૯૮ નો સંપર્ક થઇ શકે છે.

(3:14 pm IST)