Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સ્વાતી પાર્ક પાસે દારૂના કટીંગ વખતે ડીસીબીનો દરોડો : બે લાખના દારૂ અને ત્રણ વાહન કબ્જે

ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. જયેશભાઇ, ચેતનસિંહ અને જયદીપસિંહની બાતમી પરથી પીએસઆઇ વી.જે. જાડેજાની ટીમની કાર્યવાહી : દિપક, વિપુલ, જીજ્ઞેશ અને કલ્પેશની ધરપકડ : કુલ ૧૬.૨૫નો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૮ : કોઠારીયા રોડ પર સ્વાતી પાર્ક નજીક રાઘેશ્યામ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં દારૂના કટીંગ વખતે ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂ. બે લાખના દારૂ સાથે ચાર શખ્સોને પકડી લઇ ત્રણ વાહનો કબ્જે કર્યા હતા.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર સ્વાતી પાર્ક નજીક રાધેશ્યામ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં દારૂનું કટીંગ થતું હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. જયેશભાઇ નીમાવત, ચેતનસિંહ ચુડાસમા તથા કોન્સ. જયદીપસિંહ બોરાણાને બાતમી મળતા રાધેશ્યામ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં સોલ્યુશન કાર સ્પાની પાછળ દરોડો પાડી વિદેશી દારૂનું કટીંગ કરતા કાલાવડ રોડ હરીપર ગામ પાસે સહજાનંદ વાટીકા શેરી નં. ૪ના દિપક કિરીટભાઇ પરમાર (ઉ.૨૬), વેલનાથ જડેશ્વર સોસાયટીના વિપુલ દિનેશભાઇ રાઠોડ (ઉ.૨૯), વેલનાથ જડેશ્વર સોસાયટી ખોખડદળ નદીના પુલ પાસે રહેતો જીજ્ઞેશ પ્રવિણભાઇ કીડીયા (ઉ.૨૭) અને આહીર ચોક પાસે શ્રધ્ધા પાર્ક મેઇન રોડ શેરી નં. ૧ના કલ્પેશ કેશવલાલભાઇ બુટાણી (ઉ.વ.૩૮)ને પકડી લઇ રૂ. ૨,૦૪,૬૦૦ની કિંમતની કુલ ૪૧૨ દારૂની બોટલ અને ચપલા તેમજ જીજે૪એડબલ્યુ-૯૪૩૩ નંબરનો ટ્રક જીજે૩બીવી-૩૮૧૩ નંબરનું છોટાહાથી તથા જીજે૬ડીબી-૯૭૯૭ નંબરની વર્નાકાર તથા ચાર મોબાઇલ મળી રૂ. ૧૬,૨૫,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલા દિપક પરમાર અને વીપુલ રાઠોડ ટ્રકમાં દારૂનો જથ્થો લઇને આવ્યા હતા અને જીજ્ઞેશ છોટાહાથી અને કલ્પેશ વર્ના કાર લઇને દારૂ લેવા માટે આવ્યા હતા.

આ કામગીરી પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે.જાડેજા, એ.એસ.આઇ. રાજદીપસિંહ ગોહિલ, જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. મહેશભાઇ ચાવડા, જયદીપસિંહ બોરાણા, શકિતસિંહ ગોહિલ અને કુલદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

(3:04 pm IST)