Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

રાજકોટમાં વીજ તંત્રની હેટ્રીકઃ સતત ત્રીજા દિવસે ૪૦ ટીમોનું ઓપરેશનઃ માધાપર-વાવડી-ખોખડદળ-કાલાવડ રોડ ઉપર ધોંસ

વાવડી-વિશ્વકર્મા સોસાયટી-ઉદયનગર-શ્રીનાથજી સોસાયટી-રપ મીટર કવાર્ટર સોમનાથ-ગોકુલ પાર્ક ક્ષેત્રમાં દરોડા

રાજકોટ તા. ૮ :.. પીજીવીસીએલની ટીમોએ રાજકોટને ધમરોળી નાંખી બે દિવસમાં ૬૭ લાખની વીજ ચોરી ઝડપી લીધા બાદ આજે સતત ત્રીજા દિવસે ૪૦ ટીમોએ રાજકોટ સીટી-૩ વિસ્તારમાં દરોડાનો દોર શરૂ કર્યો છે, આ દરોડામાં માધાપર-વાવડી-ખોખડદળ-મવડી રોડ, કાલાવાડ રોડ, જેવા પાંચ સબ ડીવીઝન વિસ્તારના ૩૬ થી વધુ વિસ્તારો કવર કરી લેવાયા છે.

દરોડાના આ દોરમાં ૬ લોકલ પોલીસ ૧૩, એસઆરપીના જવાનો, ૪ વીડીયો ગ્રાફરો સાથે રહ્યાં છે.

જે વિસ્તારોમાં દરોડા પાડયા તેમાં વાવડી, વિશ્વકર્મા સોસાયટી, ઉદયનગર, શ્રીનાથજી સોસાયટી, રપ મીટર કવાર્ટર, સીંધોઇનગર, જયનગર, સોમનાથ સોસાયટી, ગોકુલ પાર્ક, નટરાજનગર, ભગતસિંહ આવાસ યોજનાનો સમાવેશ થાય છે.  વીજ તંત્ર દ્વારા પુનીતનગર, આરએમસી, બ્રહ્માણી હોલ, સુમનગલ, એટલાસ, રાધીકા, વિદ્યુતનગર, ક્રિષ્ણા, સાધુ વાસવાણી સહિત કુલ ૯ ફીડર કવર કરાયા છે.

(11:53 am IST)