Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જંગલેશ્વરની ૧ થી ૩ર શેરીમાં ત્રાટકતુ વીજ તંત્ર

સવારે ૮II થી જબરૂ ઓપરેશનઃ પોલીસ-એસઆરપીનો મોટો કાફલોઃ એમ. ડી. બરનવાલનું બીજુ મોટુ ઓપરેશન

જંગલેશ્વરમાં પીજીવીસીએલનું જંગી ચેકીંગ : વીજ ચોરોમાં સોપો  : રાજકોટ : આજે વહેલી સવારથી જ પીજીવીસીએલની ૩૭ ટીમોએ જંગલેશ્વરની ૧ થી ૩ર શેરીમાં જબરૂ ચેકીંગ શરૂ કર્યુ છે. દરોડા પડતા વીજ ચોરોમાં મોટી હલચલ મચી ગઇ હતી અને સોંપો પડી ગયો હતો. વીજતંત્ર દ્વારા જંગલેશ્વરમાં ટી એન્ડ ડીલોસ વધતા મહાચેકીંગ કર્યુ હતું. ચેકીંગ દરમિયાન મુખ્ય લાઇનમાંથી લંગરીયા કાઢવાની સાથે મીટરોનું પણ ચેકીંગ કરવામાં આવ્યું છે. પીજીવીસીએલના એમ.ડી. બરનવાલેની સુચના બાદ સીટી સર્કલ ચીફ ઇજનેર કારીયા સવારથી જ જંગલેશ્વરમાં ત્રાટકયા હતા. સાંજ સુધીમાં મોટી વીજચોરી પકડાવાની ધારણા છે. આ વિસ્તારના કેટલાક કુખ્યાત વિજચોરો ભાગી ગયાનું પણ સામે આવ્યું છે. કેટલાક કુખ્યાત વિજ ચોરો ભાગી ગયાનું પણ સામે આવ્યું છે. ઉપરોકત તસ્વીરમાં ચેકીંગ કરતી ટીમ તથા સખત બંદોબસ્ત નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા) (૯.૧૬)

રાજકોટ તા. ૭ :.. પીજીવીસીએલની ૪૦ ટીમોએ ગઇકાલે ત્રણ સબ ડીવીઝનમાં દરોડા પાડયા બાદ આજ સવારથી રાજકોટના સંવેદનશીલ એવા જંગલેશ્વર વિસ્તારમાં સવારે ૮ાા વાગ્યાથી ૩૭ ટીમોએ દરોડા પાડતા મોટી હલચલ મચી ગઇ છે.

એમ. ડી. શ્રી બરનવાલે બીજુ ઓપરેશન હાથ ધર્યુ છે, તેમની સુચના બાદ સીટી સર્કલ ચીફ ઇજનેરશ્રી કારીયાના માર્ગદર્શન હેઠળ ૩૭ ટીમો, જંગલેશ્વરની કુલ ૧ થી ૩ર શેરીમાં ત્રાટકી છે, જંગલેશ્વરમાં ટી એન્ડ ડી.  લોસ વધ્યા બાદ કાફલો ઘરે-ઘરે ચેકીંગ કરી રહ્યો છે, અમુક કુખ્યાત લોકો તાળા મારી ભાગી છૂટયાની ઘટનાની નોંધ લેવાઇ છે. આજના ચેકીંગમાં ૩૦ જેટલા

પોલીસ જવાનો તો એક ડઝન એસઆરપી જવાનો અને ૪ વિડીયોગ્રાફરોની ટીમ જોડાઇ છે, જંગલેશ્વર ઉપરાંત રાધાકિરણ સોસાયટીની ૧ થી ૧ર વિભાગોમાં પણ દરોડા પડયા છે, આ બંને વિસ્તારો રાજકોટ સીટી-૧ ના કોઠારીયા સબ ડીવીઝન ક્ષેત્રમાં આવે છે. વીજ તંત્રની ટીમોએ ૧૧ કે. વી. જંગલેશ્વર અને સપના અર્બન ફીડર આવરી લીધા છે.

(3:10 pm IST)