Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

ઢેબર રોડ બાળકોની હોસ્પિટલ પાસેથી રોહીત છરી સાથે ઝડપાયો

રાજકોટ : શહેર પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. જેબાલીયા, એએસઆઇ જયુભા પરમાર, હેડ કોન્સ. રણજીતસિંહ, મહેન્દ્રસિંહ, મયુરસિંહ દિવ્યરાજસિંહ, રવિરાજભાઇ તથા મનીષભાઇ સહિતનાઓ પેટ્રોલીંગમા હતા ત્યારે ઢેબર રોડ પર આવેલી વિરાણી બાળકોની હોસ્પિટલ પાસેથી ગોંડલ રોડ લોહાનગરમા રહેતા રોહીત રમેશભાઇ સોલંકી (ઉ.ર૪) ને છરી સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(12:52 pm IST)