Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

મુંજકામા ટીટોડીયા કવાર્ટરમા ઘરકંકાસથી કંટાળીને કનુભાઇ ચુડાસમાનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટઃ શહેરના યુનિવર્સિટી રોડ મુંજકા ગામ પાસે  આવેલા ટીટોડીયા સ્લમ કવાર્ટર નં ઇ/પં મા રહેતા કનુભાઇ મગનભાઇ ચુડાસમા( ઉ.વ.૪૯) એ ગઇકાલે પોતાના ઘરે પંખાના હુકમાં ઓછાડ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.

બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. ઇકબાલભાઇ મોરવાડીયા અને રાઇટર વિપુલભાઇએ સ્થળ પર પહોંચીને તપાસ આદરી હતી. મૃતક કનુભાઇ ઇન્દીરા સર્કલ પાસે બુટ-ચપ્પલ રીપેરીંગનુ કામ કરતા હતા તેને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી છે. તેમણે ઘરકંકાસથી કંટાળીને આ પગલુ ભર્યુ હોવાનુ ખુલ્યુ હતુ.

(12:51 pm IST)