Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

રાજકોટ-મુંબઈ ફલાઈટ એક કલાક મોડી પડતાં એરપોર્ટ પર મુસાફરો અટવાયા

મુંબઈ એરપોર્ટ ખાતે ટ્રાફિકના કારણે ફલાઈટના શિડયૂઅલમાં અવારનવાર ફેરફાર થતાં શુક્રવારે આખો દિવસ મુંબઈમાં ભારે એર ટ્રાફિક રહ્યું હતું. જેના કારણે મુંબઈથી રાજકોટ આવતી ફલાઈટ એક કલાક મોડી પડતાં મુસાફરોમાં રોષ ફેલાયો હતો.

  મુંબઈથી રાજકોટ આવતી ફલાઈટ રાત્રિના 8.45 વાગ્યાના સુમારે આવતી હતી. અને 9.15 કલાકના અરસામાં ટેકઓફ થતી હતી. જે જેટ એરવેઝની ફલાઈટ એક કલાક મોડી પડી હતી. ફલાઈટ મોડી પડતાની સાથે મુંબઈ જનારા મુસાફરોને એરપોર્ટ પર ફલાઈટની રાહ જોઈને બેસી રહેવું પડતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ફલાઈટ મુંબઈથી 9 કલાકના સમયે ઉપડી હતી.

  રાજકોટ એરપોર્ટ પર ફલાઈટ 9.45 વાગ્યાના સુમારે પહોંચી હતી અને રાત્રે 10 વાગ્યાના સમયે પાછી મુંબઈ જવા માટે ટેકઓફ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સવારના સમયે ગાઢ ધુમ્મસને ફલાઈટના શિડયુલ ખોરવાઈ ગયા હતાં. ફલાઈટના શિડયુલ ખોરવાતાની અસર તો ખાસ કરીને રાજકોટથી દિલ્હી અને મુંબઈ જતી સવારની ફલાઈટને અસર પહોંચી હતી

(2:31 pm IST)