Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

કલાપી ટાઉન શીપ વાસીઓ પ્રાથમિક સુવિધાથી વંચિત

આ ટાઉનશીપમાં પાણીની લાઇન સફાઇ, લાઇટ સહિતના પ્રશ્ને ઉકેલ લાવવા વિસ્તારવાસીઓ દ્વારા સ્ટે. ચેરમેનને રજૂઆત

રાજકોટ, તા. ૮ :  શહેરના વોર્ડ નં. ૧૯માં કોઠારીયા રોડ પર આવેલ કલાપી ટાઉનશીપ વિસ્તારમાં પાણી, સફાઇ સહિતના પ્રશ્નો ઉકેલવા વિસ્તારવાસીઓ દ્વારા સ્ટે. ચેરમેનને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

આ અંગે વિસ્તારવાસીઓએ પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે, શહેરના વોર્ડ નં. ૧૮માં આવેલ કવિ કલાપી ટાઉનશીપમાં સ્ટ્રીટલાઇટ, પાણી તથા કમ્પાઉન્ડની દિવાલ ખુબ જ નીચે છે તો કમ્પાઉન્ડની દિવાલની ઉપરના ભાગમાં કાટા વાડાતારની ફ્રેન્સીંગ, પાણીની લાઇન ટાઉનશીપમાં આવેલ ન હોય તથા સફાઇ સહિતની સમસ્યાઓ તાત્કાલીક ઉકેલવા વિસ્તારવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

(4:40 pm IST)