Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

શહેરનાં વિવિધ વિસ્તારમાં છેલ્લા ૧ માસમાં લાઇટની ૧૮૪૯ ફરિયાદ

નવેમ્બર મહિનામાં વોર્ડ નં.૧૮માં સૌથી વધુ ૧૯૦ તથા સૌથી ઓછી વોર્ડ નં.૨માં લાઇટની ૪૨ ફરિયાદ મ્યુ.કોર્પોરેશનનાં ચોપડે નોંધાઇ

રાજકોટ તા.૮: મ્યુ.કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં એલ.ઇ.ડી. સ્ટ્રીટલાઇટ નાંખવામાં આવી છે. નવેમ્બર મહિનામાં આ લાઇન બંધ થવી, તુટી જવી સહિતની ૧૮૪૯ ફરિયાદ કોલ સેન્ટરમાં નોંધાઇ છે.

આ અંગે કોલ સેન્ટરમાં નોંધાયેલ આંકડા તરફ નજર કરીએ તો તા. ૧ થી ૩૦ નવેમ્બર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં લાઇટની કુલ ૧૮૪૯ ફરિયાદ લોકો દ્વારા નોંધાવવામાં આવી છે. જેમાં વોર્ડ નં. ૧માં ૬૦, વોર્ડ નં.ર માં ૪૨, વોર્ડ નં.૩માં ૧૩૫, વોર્ડ નં.૪માં ૧૭૩, વોર્ડ નં.પ માં ૯૪, વોર્ડ નં.૬માં ૧૬૩, વોર્ડ નં.૭માં ૧૬૭, વોર્ડ નં.૮માં ૬૩, વોર્ડ નં.૯માં ૫૧, વોર્ડ નં.૧૦માં ૫૧,વોર્ડ નં.૧૧માં ૯૦, વોર્ડ નં.૧૨માં ૧૦૦, વોર્ડ નં.૧૩માં ૧૧૬, વોર્ડ નં.૧૪માં ૭૭, વોર્ડ નં.૧૫માં ૧૧૯, વોર્ડ નં.૧૬માં ૭૧, વોર્ડ નં.૧૭માં ૮૭, તથા વોર્ડ નં. ૧૮માં ૧૯૦ સહિત કુલ ૧૮૪૯ ફરિયાદો નોંધાઇ છે. તથા આ તમામ ફરિયાદો ઉકેલવામાં આવી હતી તેમ કોલ સેન્ટરની માહિતીમાં જણાવાયું છે.(૧.૨૬)

(4:37 pm IST)