Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

આધ્યાત્મિકતા દેશનું કેન્દ્રસ્થ તત્વ : પૂ. ભાણદેવજી

લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ધર્મ અને વિજ્ઞાન વિષય પર લોક ભોગ્ય વ્યાખ્યાનનો બીજો મણકો

રાજકોટ : રેસકોર્ષ ખાતેના ઓ.વે.શેઠ પ્રાદેશિક કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલ 'ધર્મ અને વિજ્ઞાન' વિષયક લોકભોગ્ય વ્યાખ્યાન શ્રેણીનું દ્વિતીય વ્યાખ્યાન તાજેતરમાં યોજાયેલ. જેમાં જોધપર (મોરબી) ના સરસ્વતિ નિકેતન આશ્રમના પૂ. શ્રી ભાણદેવજીએ પતંજલી યોગ અને વિજ્ઞાન  વિષય પર વ્યાખ્યાન આપતા જણાવેલ કે આધ્યાત્મીકતા એ દેશનું કેન્દ્રસ્થ તત્વ છે. યોગ એ આધ્યાત્મ શાસ્ત્રને સમજવાનું શ્રેષ્ઠ સાધન છે. ભારતના લોકો માટે એટલે જ કહેવાયું છે કે એવરી ઇન્ડીયન ઇઝ એ બોર્ન ફીલોસોફર. બ્રહ્માંડનું સમગ્ર અસ્તિત્વ બે ભાગમાં વહેંચી શકાય. જડ અને ચેતન. વિજ્ઞાન એ જડનો અભ્યાસ અને આધ્યાત્મા એ ચેતનનો અભ્યાસ છે. વ્યાખ્યાનના પ્રારંભે લોક વિજ્ઞાન કેન્દ્રના ડો. શકુંતલાબેન નેનેએ પ્રાર્થના રજુ કરેલ. જયારે અંતમાં આભાર દર્શન કેન્દ્રના નિયામક ડો. રમેશભાયાણીએ કરેલ. (૧૬.૩)

(4:34 pm IST)