Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

શાપર સ્થિત કંપની દ્વારા મહારાષ્ટ્રની પેઢીએ આપેલ ચેક રિટર્ન થતાં ફરિયાદ

રાજકોટ, તા.૮: રાજકોટની શાપર સ્થિત કંપની દ્વારા મહારાષ્ટ્રની પેઢીને માલ વેચવામા આવ્યો પરંતુ માલ ખરીદીની ચુકવણી અર્થે મહારાષ્ટ્રની પેઢીએ આપેલ ચેક રીટર્ન થતા કોર્ટમા ફરીયાદ દાખલ કરવામા આવી છે.

કેસની હકકીત જોતા શાપર-વેરાવળ સ્થિત ખુબ જ જાણીતી એવી અલ્ટ્રાકેબ ઇન્ડીયા લી. પાસેથી મહારાષ્ટ્રની પેઢી પ્રતાપ એન્જીનીયરીંગ દ્વારા જુદા જુદા પ્રકારના ઇલેકટ્રીક કેબલ્સ ખરીદવા પરચેઝ ઓર્ડર આપેલ હતો અને સદરહુ પરચેઝ ઓર્ડર આધીન અલ્ટ્રાકેબ ઇન્ડીયા લી. દ્વારા ઓર્ડર મુજબ માલ પુરો પાડવામાં આવ્યો હતો અને આ માલ વેચાણનું બિલ આપવામાં આવ્યું હતું. સદરહુ બીલ પેટેની અમુક રકમ પ્રારંભિક તબકકે આ કામના આરોપી દ્વારા અલ્ટ્રાકેબ ઇન્ડીયા લી. ને ચુકવી આપવામાં આવેલ હતી પરંતુ ત્યારબાદ રકમ ચુકવણીમા ઠાગાઠૈયા શરૂ કરેલ હતા. કંપની દ્વારા બાકી રહેતી રકમ રૂ. પ,૮૨,૪૪૧/-ની વારંવાર ઉઘરાણી કરવામા આવતા આ કામના આરોપી દ્વારા બાસીન  કેથલીક કો ઓપ. બેન્ક લી. દ્વારા તા. ૧૮/૮/૨૦૧૮નો રૂ. પ, ૮૨,૪૪૧/- નો ચેક આપેલ હતો જે અલ્ટ્રાકેલ ઇન્ડીયા લી. દ્વારા બેંકમાં રજુ કરવામાં આવતા વગર વસુલાતે પરત ફરેલ હતો. પરીણામે અલ્ટ્રાકેલ ઇન્ડીયા લી. દ્વારા પોતાના વકીલશ્રી મારફત આ કામના આરોપીને લીગલ નોટીસ પાઠવવામાં આવેલ હતી અને નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની જોગવાઇ મુજબ સદરહુ નોટીસ મળ્યેથી દિવસ ૧૫માં કાયદેસરની લેણી નીકળતી રકમની ચુકવણી કરી આપવા જણાવવામાં આવેલ હતું. આ નોટીસ આરોપીને બજી ગયા પછી પણ નિશ્ચિત સમય મર્યાદામાં આ કામના આરોપી દ્વારા કાયદેસરની લેણી નીકળતી રકમની ચુકવણી કરવામાં આવતા ના છુટકે આ કામના ફરીયાદી અલ્ટ્રાકેબ ઇન્ડીયા લી. ના અધિકૃત વ્યકિત જયેશ ભીખુભાઇ પટેલ દ્વારા અધિક સિનિ. સિવિલ જજ માન.આર.એસ. રાજપુત મેડમની કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાં આવતા કોર્ટે આ કામના આરોપી સામે સમન્સ ઇસ્યુ કરી હાજર રહેવા ફરમાન કરેલ છે. આ કેસમાં અલ્ટ્રાકેબ ઇન્ડીયા લી. તરફે એડવોકેટ શ્રી ગજેન્દ્ર એમ. જાની તથા એડવોકેટ રાજેશ કે દલ રોકાયેલ છે.

(4:24 pm IST)