Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

હોલી રિડીમર સ્કૂલમાં પર્ફોમન્સ- ડેની ઉજવણી

એલેકેજી થી ધો.૧૦ સુધીના છાત્રોએ ભાગ લીધોઃ આશિષભાઈ ક્રિશ્યનનું વકતવ્ય

રાજકોટ,તા.૮: અહીંની હોલી રિડીમર સ્કૂલ્સ દર વર્ષે વાર્ષિક કાર્યક્રમમોમાં સ્પોર્ટસ ડે, સાંસ્કૃતિ કાર્યક્રમ, એન્યુઅલ- ડેનુ આયોજન કરે છે. આ વર્ષે સ્કૂલ દ્વારા આજરોજ પર્ફોમન્સ-ડે હોલી રિડીમર સ્કૂલ્સ કેમ્પસ (યાગરાજ નગર-૧, ૧૫૦ ફૂટ રીંગ રોડ) ખાતે યોજવામાં આવ્યો હતો.

પર્ફોમન્સ- ડે કાર્યક્રમમાં રાજયના ડીસાના ધારાસભ્યશ્રી  શશીકાંતભાઈ પંડ્યા તથા ચેરમેનશ્રી મગનલાલ માળી (ગુજરાત સ્ટેટ વેરહાઉસીંગ કોપો.ગાંધીનગર) મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ.

હોલી રિડીમર સ્કૂલ્સના આ પર્ફોમન્સ- ડેમાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના લોઅર કે.જી થી ધો.૧૦ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પર્ફોમન્સ- ડેમાં અવર ગ્રીન ફ્રેન્ડઝ, જલ- એ- જીવન, સાયન્સ ઈન્સ્ટ્રૂમેન્ટ, સાયન્સલેબ, વીન્ડ મીલ, જુનીયર સાયન્ટીસ્ટ, અવર હેલ્પર્સ, ગેઈમ ઝોન, અવર પોએટ, હેલ્થ ઈઝ વેલ્થ, આઈ લવ માય ઈન્ડિયા, બ્રીક લીફટીંગ, હ્યુમન બોડી વિગેરે આઈટમો ખાસ આકષણનું કેન્દ્ર બની રહી હતી.

હોલી રિડીમર સ્કૂલ્સના પ્રિન્સીપાલ શ્રીમતી શીતલબેન એ.ક્રિશ્વિયને જણાવેલ કે દર વર્ષે ધો.૧૦ના અંગ્રેજી માધ્યમના અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનુ એસ.એસ.સી બોર્ડનું પરિણામ અનુક્રમે ૧૦૦ ટકા અને આશરે ૯૫ ટકા જેટલુ આવે છે. આ અંગે વધુ માહિતી માટે ફોન ૦૨૮૧- ૬૫૪૪૨૨૫ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:23 pm IST)