Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

દોઢ વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ સોપારીનો કટકો દૂરબીનની દૂર કરતા ડો.ઠક્કર

રાજકોટ,તા.૮: સૌરાષ્ટ્રના જાણીતા ENT સર્જન ડો.હિંમાશુ ઠક્કરે ફરી એકવારે દોઢ વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ સોપારીનો કટકો સફળતાપૂર્વક કાઢી આપેલ.

કાન નાક ગળા ના સર્જન ડો હિમાંશુ ઠક્કરની સિદ્ઘિમાં વધારો થયો છે. દોઢ વર્ષ ના માસુમ બાળક ની શ્વાસનળીમાં ૧૦ દિવસ થી ફસાયેલ સોપારી નો કટકો દુરબીન થી કાઢી બાળકને નવજીવન આપ્યું પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલ તાલુકા નું જલિયા માનસર ગામ ના ગોપાલ ભાઈ ગમારાનો પુત્ર ધ્રુપલ ઉમર દોઢ વર્ષ ૧૦ દિવસ થી ઉધરસ કફ શ્વાસ લેવામાં તકલીફ વી થી પરેશાન હતો અંતે રાજકોટ સ્થિત કાન નાક ગળા ના સર્જન ડો હિમાંશુ ભાઈ ઠક્કર ને બતાવી સિટી સ્કેન કરાવતા માલુમ પડ્યું કે શ્વાસનળી માં કંઈક ફસાઈ ગયુ છે. બાળકના ડાબા ફેફસા માં બિલકુલ  હવા જતી ન હતી આવી પરિસ્થિતિમાં ડો. હિમાંશુ ઠક્કરે ખુબજ કુનેહ થી ૧૦ દિવસ થી ફસાયેલ ૧ સેન્ટિમીટર નો સોપારી નો કટકો  કે જે શ્વાસનળી ની દીવાલ સાથે ચોંટેલો હતો અને ફેફસા માં ઇન્ફેકશન પણ થઈ ગયું હતું અને સોપારી કે જે ખુબજ ધારદાર હોય અને નાના બાળક ની શ્વાસનળી ખુબજ સાંકડી અને નાજુક હોય ઓપરેશન અત્યંત જોખમી હોવા છતાં આવી વિકટ પરિસ્થિતિ માં ડો ઠક્કરે  કુનેહ થી દુરબીન વડે સોપારી નો કટકો ગણતરીની મિનિટો માંજ કાઢી આપી બાળક નો જીવ બચાવ્યો હતો.

આવા સંજોગો માં ડો ની સમયસૂચકતા અનુભવ અને કુનેહ ખુબજ જરૂરી હોય છે આ તબકે ગોપાલભાઈ એ ડો ઠકકર નો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

મો- ૯૪૨૮૦૦૩૮૪૮

(4:21 pm IST)