Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

કોર્પોરેશનના અધિકારીઓ-કર્મચારીઓને હેલ્મેટ અને સીટ બેલ્ટ ફરજીયાત

દરેક શાખાના નોટીસ બોર્ડ પર સૂચના મુકાવા ડે. કમિશ્નર ડી.જે. જાડેજાનો પરિપત્ર

રાજકોટ, તા. ૮ :. મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ - કર્મચારીઓને ફરજીયાત હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવાની સૂચના દરેક શાખાના નોટીસ બોર્ડ ઉપર મુકવા મ્યુ. કોર્પોરેશનના ડે. કમિશ્નર ડી.જે. જાડેજા દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

આ અંગે ડે. કમિશ્નરે પરિપત્રમાં જણાવ્યુ હતુ કે, મદદનીશ પોલીસ કમિશ્નર કચેરી, ટ્રાફીક શાખા, રાજકોટ શહેરના તા. ૨૦ નવેમ્બરના પત્ર અનુસાર તમામ સરકારી કચેરીના કર્મચારીઓ ટ્રાફીક નિયમો અંગે સજાગ રહે ટ્રાફીક નિયમોનું પાલન કરે તે હેતુથી શહેરમાં ટ્રાફીક ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હેલ્મેટ અને સીટ બેલ્ટ સરકારી કર્મચારી - પોલીસ કર્મચારી - અધિકારી - વિદ્યાર્થીઓ પહેરે તે જરૂરી છે. શહેર પોલીસ કમિશ્નરના આદેશ મુજબ જો કોઈ સરકારી કર્મચારી, પોલીસ કર્મચારી, અધિકારી, વિદ્યાર્થી હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા મળી આવશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તે અંગેની જાણ પોતાના કર્મચારીઓને કરવા કચેરીના વડાઓએ પોતાના નોટીસ બોર્ડમાં આ અંગેની સૂચના અવશ્ય મુકવા તેમજ આ સૂચનાનો ચૂસ્તપણે પાલન કરવા તેમજ કરાવવા આથી તમામ શાખા અધિકારીઓને આ પરિપત્રથી જાણ કરવામાં આવે છે તેમ અંતમાં જણાવ્યુ હતું.

(4:15 pm IST)