Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

હાથીખાનામાં રિક્ષાચાલક ચિરાગ વાળંદે પત્નિ સાથે ઝઘડો થતાં ગળાફાંસો ખાધો

સદ્દનસિબે જીવ બચી ગયોઃ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ તા.૮: હાથીખાના શેરી નં. ૬માં રહેતાં ચિરાગ ભરતભાઇ ભાયાણી (ઉ.૩૦) નામના વાળંદ યુવાનને પત્નિ અનિતા સાથે ચડભડ થતાં ગળાફાંસો ખાઇ લીધો હતો. જો કે પત્નિએ દેકારો મચાવતાં પડોશીઓ ભેગા થઇ જતાં ચિરાગને બચાવી લઇ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

સિવિલ હોસ્પિટલના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે એ-ડિવીઝનમાં જાણ કરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર ચિરાગ બે બહેનનો એકનો એક નાનો ભાઇ છે અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેના માતા-પિતા અલગ રહે છે. સંતાનમાં બે પુત્ર છે. પરિવારજનોના કહેવા મુજબ પતિ-પત્નિ વચ્ચે કોઇ બાબતે ચડભડ થતાં ચિરાગે આ પગલું ભર્યુ હતું. સદ્દનસિબે જીવ બચી ગયો હતો. તે ભાનમાં આવ્યા બાદ પોલીસ વિશેષ નિવેદન નોંધશે.

(4:13 pm IST)