Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

રાજકોટના વિકાસમાં રાજય સરકારનો સિહફાળોઃ બિનાબેન-ઉદયભાઇ

રાજકોટ, તા.૭: મેયર શ્રી બિનાબેન આચાર્ય તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ એક સયુંકત યાદીમાં જણાવે છે કે, તાજેતરમાં જ બ્રિટનની જગવિખ્યાત રીસર્ચ સંસ્થા 'ઓકસફર્ડ ઈકોનોમિકસે' તેના અહેવાલમાં ૨૦૧૯થી ૨૦૩૫ સુધીમાં વિશ્વના શહેરોને કેવો વિકાસ થશે તેનો અહેવાલ રજુ કરેલ. વિશ્વના સૌથી વધુ ઝડપે વિકસતા પહેલાં દસ શહેરો ભારતના જ હશે. તેમાં ગુજરાતના બે શહેરોનો સમાવેશ છે. જેમાં સુરત પ્રથમ ક્રમે અને રાજકોટ સાતમાં ક્રમે બતાવવામાં આવેલ છે. જે ગૌરવની બાબત છે. રાજકોટ શહેરના આ સાર્વત્રિક વિકાસમાં રાજકોટના પનોતાપુત્ર અને રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને સમગ્ર રાજય સરકારનો સિંહ ફાળો રહેલ છે. રાજકોટ શહેરના જુદા જુદા પ્રોજકટ માટે રાજય સરકારે ઉદાર હાથે સહાય કરેલ છે.

 આ અંગે બિનાબેન તથા ઉદયભાઇએ જણાવ્યું હતું કે શહેરમાં રોડ રસ્તા, ટ્રાફિકની સમસ્યા હલ કરવા ઓવરબ્રિજ, અન્ડરબ્રીજ શહેરમાં લોકોને પુરા ફોર્સથી અને શુદ્ઘ પીવાનું પાણી મળી રહે તે માટે નવા ઈ.એસ.આર. જી.એસ.આર. ફિલ્ટર પ્લાન્ટ વિસ્તાર વાઈઝ, ઝોન વાઈઝ બનાવવામાં આવેલ છે.(૨૨.૧૦)

(3:34 pm IST)