Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ઇમ્તિયાઝ પઠાણને મળી રહેલ ધમકીઓ અંગે રાજકોટ કલેકટરને આવેદન

રાજકોટ તા. ૮ : મુસ્લિમ એકતા મંચના પ્રમુખ અને સામાજિક આગેવાન અને અગ્રણી મુસ્લિમ લીડર ઇમ્તિયાઝ પઠાણને વારંવાર ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકીઓના બનાવમાં રાજકોટ મુસ્લિમ એકતા મંચ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગણી કરેલ હતી.

આ રજુઆતમાં રાજકોટ શહેરના અગ્રણીઓ સૈયદ ગફારબાપુ કાદરી, હબીબભાઇ ગનીબાપુ કટારીયા, હલીમાબેન સુમરા, યુનુસભાઇ જુણેજા અયુબભાઇ કટારીયા, યુસુફભાઇ મકરાણી, અજીતભાઇ જુણેજા, અબ્દુલ રસીદ કાજી, હાજીભાઇ બુચડ, અબ્દુલભાઇ દલ, જાહિદભાઇ સેતા, તનવીરભાઇ કાજી, રફીકભાઇ પારેખ, રજાકભાઇ પરમાર, વગેરે જોડાયા હતા.

(4:04 pm IST)