Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

વોર્ડ નં. ૧૦નાં વિવિધ વિસ્તારમાં પેવિંગ બ્લોક કામનો પ્રારંભઃ કોંગી કોર્પોરેટરનાં પ્રયત્નો સફળ

રાજકોટઃ વોર્ડ નં. ૧૦ના શિવધામ સોસાયટી તથા ગીતગુંજન, વિમલનગર રોડ વિસ્તારમાં કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાની ગ્રાન્ટમાંથી પેવિંગ બ્લોકનું કામ મંજુર થતા સ્થાનિક મહિલા અગ્રણી પાર્વતિબેન પડસાલા તથા પુષ્પાબેન ભાણવડીયાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે કોર્પોરેટર મનસુખભાઇ, નારણભાઇ સંઘાણી, ચતુરભાઇ સરધારા, જે. જે. મારકણા, રઘુભા જાડેજા, અશોકભાઇ સવસાણી, અશ્વિનભાઇ જોબનપુત્રા, સી. એન. સરધારા, અમુતિયાભાઇ, બી. આર. જાદવાણી, મિતેષભાઇ ભંડેરી, કિશોરભાઇ લહેરૂ, કેતનભાઇ મોરડ, પ્રવિણભાઇ ડઢાણીયા, વિરેન્દ્રભાઇ લુણાગરીયા, કુલદીપભાઇ ગઢવી, મિનાબેન કાનાણી, મંગળબેન ચોટલીયા, શારદાબેન પટોળીયા, અરૂણાબેન શાહ, સવિતાબેન ડોડીયા, શિલાબેન કમાણી, શાંતાબેન ગોંડલીયા, લલીતાબેન મોરડ, રંજવનબેન કમાણી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(3:33 pm IST)