Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

દિવાળીની રાત્રે ફટાકડાને કારણે આગના ૧૨૦ બનાવઃ વિજય પ્લોટ, લાતી પ્લોટ, ૮૦ ફુટ રોડ પર ડેલાઓમાં ભિષણ આગ

રાજકોટઃ દિવાળીની રાત્રે ફટાકડાને કારણે આગના ૧૨૦ જેટલા બનાવો બનતાં ફાયર બ્રિગેડનો કાફલો રાતભર દોડધામ કરતો રહ્યો હતો. વિજય પ્લોટ, ૮૦ ફુટ રોડ અને લાતી પ્લોટના ભંગારના ડેલાઓમાં ભિષણ આગ લાગી હતી જે મહામહેનતે કાબુમાં આવી હતી. અન્ય સ્થળોએ આગના છમકલા થયા હતાં. કુવાડવા રોડ લાતી પ્લોટ-૧૧માં આવેલા ટાયરના વિશાળ ગોડાઉનમાં આગ ભભૂકતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગના લબકારા ધૂમાડા ઉંચે સુધી જતાં દૂર દૂર સુધી લબકરા દેખાયા હતાં.

(11:23 am IST)