Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

'તારા દીકરાને લઇ અલગ રૂમમાં સુવા જતી રહે મારી ઉંઘ બગડે છે' કહી કોમલબેન પટેલને પતિનો ત્રાસ

અન્ય સ્ત્રી સાથેના સંબંધની ખબર પડતા પતિ મારમારતોઃ પતિ હેમાંશુ પટેલ સામે ગુન્હો

રાજકોટ તા. ૮ : કાલાવડ રોડ પર રોયલ પાર્કમાં રામમોહન રેસીડેન્સીમાં રહેતી મહિલાને પતિ નજીવી બાબતે ઝઘડો કરી મારકુટ કરી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

 મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર વર્ધમાન હાઇટ્સમાં માવતર સાથે રહેતા કોમલબેન હેમાંશુભાઇ પટેલ (ઉ.૩પ) એ મહિલા  પોલીસ મથકમાં કાલાવડ રોડ રામમોહન રેસીડેન્સી બીજો માળ બ્લોક નં.ર ર૦ર માં રહેતા હેમાંશુ પ્રવિણભાઇ પટેલ સામે ફરીયાદ નોંધાવી છ.ેકોમલબેન ફરીયાદમાં જણાવાયું છે. કે, પોતાના ર૦૦૪માં રાજકોટના હેમાંશુ પટેલ સાથે કોર્ટમા઼ લવમેરેજ કર્યા હતા. લગ્ન બાદ બંને રાજકોટ એકલા રહેતા ત્રણ વર્ષ ઘરસંસાર સારો ચાલેલ ત્યારબાદ પતિ નાનીનાની વાતમાં ઝઘડા કરતો હતો પોતે પ્રેગ્નેન્ટ હોઇ છતા તે ઝઘડો કરતો હતો પોતાનું કંઇ ધ્યાન પણ રાખતો નહી બાદ પોતાને દીકરાનો જન્મ થયો તે પણ તેને ગમ્યુ નહી અને વારંવાર કહેતો કે 'તુ તારા દીકરાને લઇ અલગ રૂમમાં સુવા જતી રહે તેના રડવાથી મારી ઉંઘ બગડે છે.'  તેમ કહી હેરાન કરતો હતો અને પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોઇ આ બાબતની પોતાને ખબર પડતા તે પોતાની સાથે જેમ ફાવે તેમ વર્તન કરી અપ શબ્દો બોલતો હતો. અને માર મારતો હતો બાદ રક્ષાબંધનના દિવસે પોતે ભાઇના ઘરે પુત્રને લઇને આવ્યા ત્યારે પણ પુત્રને પરાણે લઇ જવાની કોશીષ કરી ઝઘડો કરી મારકુટ કરી હતી.

પતિના ત્રાસથી કંટાળી પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એ. એસ. આઇ. વી.જી. બોરીચાએ તપાસ હાથ ધરી છે.

(3:58 pm IST)