Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

'ચોપડી તો હઉ વાંચે પણ માણહને વાંચતા આવડવુ જોઇએ': શિક્ષણમંત્રી જીતુભાઇ સાથે મુલાકાત વખતે વડીલ વજુભાઇની હળવી ટકોર

જન આશીર્વાદ રેલી અગાઉ કર્ણાટકના પુર્વ રાજયપાલ વજુભાઇ વાળા અને પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિવાસસ્થાને જઇ આશીર્વાદ મેળવતા જીતુભાઇ વાઘાણી

રાજકોટઃ ગુજરાત રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી આજે રાજકોટની મુલાકાતે છે. જન આશીર્વાદ યાત્રા પૂર્વે જીતુ વાઘાણી ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળાના ઘરે તેને મળવા માટે પહોંચ્યા હતા. ત્યારે બિહારના રત્નાકર સાથે વાતચીત કરતા વજુભાઇએ હળવી ટકોર કરતા કહ્યું હતું કે, ગુજરાતી ફાવે છે. ત્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વજુભાઈને કહ્યું કે, સાહેબ હવે ગુજરાતી વાંચવા લાગ્યા છે. આથી વજુભાઈએ કાઠીયાવાડી શૈલીમાં જણાવેલ કે, 'ચોપડી તો હઉ વાંચે પણ માણહને વાંચતા આવડવું જોઈએ'. આ શબ્દો સાંભળતા જ બધા ખડખડાટ હસી પડ્યા હતા.જન આશીર્વાદ યાત્રા પહેલા જીતુ વાઘાણી કર્ણાટકના પૂર્વ રાજયપાલ અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇ વાળાના ઘરે પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.  તે વખતની તસ્વીર. જયારે બીજી તસ્વીરમાં જીતુભાઇ વાઘાણીએ પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નિવાસસ્થાને જઇને તેઓના આશીર્વાદ લીધા હતા તે દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:37 pm IST)