Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

કચ્છ-માંડવીની સગીરાના અપહરણના ગુન્હામાં ફરાર નીલેશ રાઠવા પકડાયો

લોધીકા પોલીસે મોટી મેંગણી ગામની સીમમાંથી દબોચ્યો

રાજકોટ તા. ૮ કચ્છના માંડવીની સગીરાના અપહરણના ગુનામાં નાસતા ફરતા શખ્સને લોધીકા પોલીસે મોટીમેંગણી પાસેથી ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ લોધીકાના મોટી મેંગણી ગામની સીમમાંથી લોધીકા પોલીસ મથકના પી.એસ.આઇ. કે.કે.જાડેજા, એ.એસ.આઇ. હરદીપસિંહ, હરેશભાઇ તથા લકકીરાજસિંહ સહિતે બાતમીના આધારે કચ્છના માંડવીની સગીરના અપહરણના ગુન્હામાં એક મહિનાથી નાસતા ફરતા નીલેશ ભુપતભાઇ રાઠવા (ઉ.ર૦) મુળ ડુંગરવાળ હોળી ફળીયુતા.જેતપુર પાવી છોટા ઉદેપુરને પકડી લઇ માંડવી પોલીસને સોપ્યો હતો.

(3:35 pm IST)